સુરતમાં ટપોરીઓનો આતંક: 2 ટપોરી વચ્ચે પથ્થરમારો, પોલીસ ઉપર તલવારથી કર્યો હુમલો

સુરતમાં રાત્રી કર્ફ્યું દરમ્યાન પણ ટપોરીઓ ઘર બહાર નીકળીને પોતાનો આતંક બેખોફ ફેલાવી રહ્યા છે. ત્યારે આજે ફરી એક વખત સુરતના નાનપુરા વિસ્તારમાંથી ટપોરીઓનો આતંક સામે આવ્યો છે. જોકે, નાનપુરા વિસ્તાર સામાન્ય બાબતમાં ઝગડાની અદાવતમાં હંગામો કરવા માટે પ્રખ્યાત બની ગયો છે, ત્યારે આજે સાંજે ફરી એકવાર ઝિંગા સર્કલ પાસે નજીવી બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થતા સામ-સામે પથ્થરમારો થયો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબુમાં લીધી હતી. પોલીસ આવતા જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પથ્થરમારો કરનારાઓમાં પોલીસને જોતા જ નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનામાં વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું અને પોલીસે 10થી 12 લોકોને ડિટેઈન કરી લીધા છે.

રૂસ્તમપુરા વિસ્તારમાં રહેતો કરીમ ચીનો અને માન દરવાજા વિસ્તારમાં રહેતો અનુ વચ્ચે અનુની પત્નીને લઈને બબાલ થઈ હતી.  છેલ્લા કેટલાક મહિનાથી અનુની પત્નીને લઈ અનુ અને કરીમ ચીના વચ્ચે ઝઘડાઓ થતા હતા. આ બબાલને કારણે રવિવારે અનુ તેના સાગરીતો સાથે તલવાર લઈને કરીમ ચીના સાથે ઝઘડો કરવા રૂસ્તમપુરા ગયો હતો. ત્યાં કરીમના માણસો ભેગા થઈ ગયા હતા. ત્યાં બંને વચ્ચે બબાલ થઈ હતી. ત્યાંથી અનુ ભાગી નીકળ્યો હતો.

માન દરવાજા પાસે બે પોલીસ કોન્સ્ટેબલ વાહન ચેકિંગની ફરજ પર હતા ત્યારે તેમને અનુ પર શંકા જતા રસ્તામાં આંતર્યો હતો. ત્યારે અનુએ પોલીસની વાત ન માનીને ભાગવા લાગ્યા હતા. તેથી પોલીસ કોન્સ્ટેબલોએ તેમનો પીછો કર્યો હતો. થોડા અંતર સુધી પહોંચ્યા બાદ અનુએ પોલીસ પર તલવારથી હુમલો કર્યો હતો. તેમાં કોન્સ્ટેબલ વિજયને કમરના ભાગે ગંભીર ઇજા થઈ હતી. વિજયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સુરતમાં હવે અસામાજિક તત્વો ને પોલીસ ની ખાખી વરદી નો ખોફ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ આરોપી અનુને શોધી રહી છે. પોલીસે મધ્યરાત્રે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ આ હુમલા પાછળ તપાસ કરે તો બંને ટપોરીઓના કાળા ધંધા પણ સામે આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *