સુરતમાં અમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર અને સોશિયલ મીડિયા પર એક્ટીવ રહેતા પાયલ પટેલનું ટ્વિટર એકાઉન્ટ ટ્વિટર પરથી ડીલીટ કરી દેવામાં આવ્યું છે. કોર્પોરેશનની ચુંટણી અગાઉથી અસોશીયલ મીડિયાના માધ્યમ દ્વારા લોકોને જોડવામાં સૌ પ્રથમ રહેનાર પાયલ પટેલના એકાઉન્ટ ડિલિટ કરવા અંગે ભારતીય જનતા પર આક્ષેપ કરતા કહ્યું છે કે, ખાડી સફાઈ અભિયાન દરમિયાન સતાધીશો પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેને કારણે ભાજપના આઈટી સેલ દ્વારા મારા ટ્વિટર એકાઉન્ટને રીપોર્ટ કરાવીને એકાઉન્ટ બ્લોક કરાવ્યું હોય શકે છે. મારું ટ્વિટર એકાઉન્ટ ભલે બ્લોક કર્યું પરંતુ હું અન્ય માધ્યમોથી લોકોના સવાલો સરકાર સામે ઉઠાવતી રહીશ.
છેલ્લા ઘણા સમયથી નેતાઓના ટ્વિટર એકાઉન્ટ, ટ્વીટ ડીલીટ કરવાનું શરુ કર્યું હતું. સમગ્ર દેશમાં ઘણા બધા રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ અને નેતાઓ ટ્વિટર દ્વારા ઉશ્કેરણીજનક ટ્વિટ કરે છે અને જેને લીધે તેમના ટ્વિટર એકાઉન્ટ ટ્વિટર પરથી હટાવી દેવામા આવ્યા છે. તો અમુક નેતાઓના એકાઉન્ટ અન્ય કારણોસર ડીલીટ કરવામાં આવ્યા છે. જે અંગેની માહિતી હજુ પ્રાપ્ત થઇ નથી. ત્યારે સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર પાયલ પટેલનું ટ્વિટર એકાઉન્ટ ડિલિટ થઇ જતા પાયલ પટેલ આશ્ચર્યમાં મૂકાયા ગયા છે.
આમ આદમી પાર્ટીના સુરતના મહિલા નગરસેવક પાયલ પટેલે જણાવતા કહ્યું છે કે, ટ્વિટર પર મારું એકાઉન્ટ હતું તેને હટાવી દેવામાં આવ્યું છે. ટ્વિટર એકાઉન્ટ ડીલીટ થયા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ પાયલ પટેલના કહ્યા અનુસાર ખાડી અભિયાનને લઈને સતાધીશોને ટ્વિટ દ્વારા પ્રશ્નો પૂછ્યા છે. જેમને લીધે ઘણા ખરા ભાજપના સોશિયલ મીડિયા પર એક્ટીવ રહેતા કાર્યકર્તાઓએ મારી પોસ્ટ પર રીપોર્ટ કરીને મારું ટ્વિટર એકાઉન્ટ બંધ કરાવ્યું હોવાની આશંકા છે. જેને લીધે મારું ટ્વિટર એકાઉન્ટ ડીલીટ થયું છે.
પરંતુ હું તો મારા સવાલો સતાધીશો સામે ઉઠાવતી રહીશ. આ પ્રકારની ઘટનાને કારણે મારું સત્ય બહાર કાઢવા મને કોઈ પણ રોકી શકશે નહી. પાયલ પટેલે કહ્યું છે કે તે, સોશિયલ મીડિયાના અન્ય માધ્યમો દ્વારા લોકોના હિતના સવાલો ઉઠાવતી રહેશે અને સત્યને ઉજાગર કરવાનું થશે તે કરવા પણ હું તૈયાર છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.