સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઓટો-રિક્ષામાં પેસેન્જરોને બેસાડી તેમને લુંટવામાં આવતા હતા. ક્રાઈમ બાંચે પાંડેસરા સિધાર્થનગર નહેર પાસેથી આરોપીઓને ધડપકડ કરી રૂપિયા 1.71 લાખનો માલ જપ્ત કર્યો છે. લોકોના ખિસ્સામાંથી મોબાઈલ અને રોકડ ચોરી લેવાની ગેંગને ક્રાઈમ બ્રાંચે ધડપકડ કરીને જેલ ભેગા કરવામાં આવ્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે, ઘણા સમયથી આવી ફરિયાદને લઈ ક્રાઈમ બ્રાન્ચના જવાનોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. માહિતી મળતા પોલીસે વોચ ગોઠવી ભેસ્તાન નજીક રહેતા યુનુસ ઉર્ફે યાકુબ લોલીયા સફી શેખ અને ઇમરાન ઉર્ફે લંગડો સત્તાર મન્સુરીની પૂછપરછ શરૂ કરી હતી. પોલીસને તેમની પાસેથી અલગ-અલગ કંપનીના 6 મોબાઈલ, 71 હજાર રૂપિયા તેમજ એક ઓટો-રિક્ષા તેની કિંમત એક લાખ મળીને કુલ 1.71 લાખ રૂપિયાના માલ કબજે કર્યો હતો.
આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે, ભેસ્તાન આવાસમા રહેતા સમીર વરી તથા તેમના સાગરીત સાદીક ઉર્ફે બુરા શકીલ શેખ તથા મોસીન નામના વ્યક્તિએ જુદા જુદા વિસ્તારમાંથી ઓટોરીક્ષામાં પેસેન્જરોને બેસાડીને તેના ખિસ્સામાંથી તેમને ખબર ન પડે તે રીતે તેમના મોબાઈલ ચોરી કરતા હતા. આ ચોરીના મોબાઈલ બીજા લોકોને વેચવા આપતો હતો. બન્નેની કબૂલાત વરાછા, લીંબાયત, પુણા, પાંડેસરા, ડીંડોલી અને ગોડાદરાના ગુના ઉકેલવામાં સફળતા મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.