વધુ એક યુવાન લૂંટેરી દુલ્હનના માયા જાળમાં ફસાયો, સ્વરૂપવાન યુવતી અઠવાડિયામાં જ બધું લઈને થઈ ગયાબ

ગાંધીનગર(ગુજરાત): આજકાલ રાજ્યમાં લુંટેરી દુલ્હનનો ત્રાસ ઘણો વધી રહ્યો છે. લગ્નના બહાને લુંટ કરીને ભાગી જતી હોય છે. આ દરમિયાન ફરીવાર લગ્નવાંછુક યુવકને ફસાવીને ભાગી જતી લૂંટેરી દુલ્હન ગેંગ ફરી સક્રિય થઈ છે. અનેક એવા યુવકો છે જેમને પોતાની જીવનસાથી શોધવામાં અનેક મુશ્કેલીઓ પડે છે આવા સમયમાં માસૂમ લોકોને ફસાવવા માટે આખી ગેંગ સક્રિય હોય છે. એમાં કન્યા, તેનાં પરિવારજનો, ઘર અને અન્ય બધી વસ્તુ બોગસ હોય છે.

લગ્ન થયા બાદ યુવતી એક સપ્તાહમાં જ હાથફેરો કરીને ફરાર થઇ જતી હોય છે. આવા જ એક યુવકને ફસાવીને તેના ત્રણ લાખ રૂપિયા લઈને એક અઠવાડિયામાં દુલ્હન, તેના સ્વજન ફરાર થઈ ગયાં હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, યુવતીએ પહેલાં પણ લગ્ન કર્યાં અને યુવકને નૈવેદ્ય કરવાનું કહીને ગઈ અને બીજા લગ્ન પણ કરી લીધા હતા.

મળતી માહિતી મુજબ, ગાંધીનગર જિલ્લાના માણસા પાસે રહેતા 38 વર્ષના અલ્પેશભાઈ સોની પોતે સોનીની દુકાનમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. માતાના મોત બાદ અલ્પેશભાઈ અને તેમના પિતા ઘરે એકલા જ રહેતા હતાં. અલ્પેશ ભાઈ પોતાના માટે સારું પાત્ર શોધતા હતા. એવા સમયે તેમના પિતાના પરિચયથી એક મહિલાનો નંબર મળ્યો. જેણે સોનલ નામની યુવતીની વાત કરી હતી.

સોનલને જોવા માટે અલ્પેશભાઈ અમદાવાદ આવ્યા હતા. ત્યારબાદ સોનલ અને પરિવારને ઘર જોવા માટે પોતાના ઘરે બોલાવ્યા હતા. ત્યારબાદ લગ્ન નક્કી થઈ ગયા અને અમદાવાદ ગોમતીપુર નજીક વકીલની ઓફિસ પાસે લગ્ન કરાવ્યા હતા. લગ્ન સમયે સોનલના કહેવાતાં સગાંએ અલ્પેશભાઈ પાસે 3 લાખ રૂપિયા લીધા હતા.

એ રૂપિયા થોડા થોડા કરીને અલ્પેશભાઈએ ભેગા કર્યા હતા. અલ્પેશભાઈ અને સોનલના લગ્ન થયા બાદ તેઓ માણસા રહેવા ગયા હોવાનું સામે આવ્યું હતું. જ્યાં એક સપ્તાહ બાદ સોનલની માસી તેને નૈવેદ્યના બહાને લેવા આવી હતી અને પોતાની સાથે લઈ ગઈ હતી. માસી સાથે પિયર ગયેલી સોનલ પાછી આવી નહોતી અને અનેક વખત વાયદા કરાતા હતા.

જેથી અલ્પેશભાઈ સોનલને શોધવા અમદાવાદ આવ્યા તો તેના ઘરે તાળું હતું. એટલું જ નહીં, થોડા દિવસ બાદ અલ્પેશભાઈના ઘરે એક ભાઈ આવ્યા અને કહ્યું, મારા સોનલ સાથે લગ્ન થયા હતા અને તમારી પાસેથી ગયા બાદ પણ સોનલના લગ્ન બીજે થયા હતા. આમ, લૂંટરી દુલ્હનનો પર્દાફાશ થયો. પરંતુ, હજી કોઈ આરોપી મળી આવ્યા નથી. હાલ આ અંગે ગોમતીપુર પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *