રાજકોટ(ગુજરાત): એક યુવાને પેટ્રોલના ભાવથી જ નહીં, પરંતુ એનાથી ચાલતી બાઈકથી પણ છુટકારો મેળવવાનો રસ્તો શોધી કાઢ્યો છે. જાતે જ એન્જિનિયર યુવાને ઇલેક્ટ્રિક બાઈક બનાવી છે. 2 મહિનાની મહેનતના બાદ 40 હજાર ખર્ચીને આ બાઈક બનાવી છે. પેટ્રોલના આસમાને પહોંચેલા ભાવથી લોકો પરેશાન થઇ ગયા છે. લોકો પેટ્રોલના વધતા ભાવથી બચવા માટે ઈલેક્ટ્રિક બાઈક ખરીદવા તો ઈચ્છી રહ્યા છે, પરંતુ મોટી કંપનીના ઇલેક્ટ્રિક વાહનોની કિંમત સામાન્ય માણસને પરવડે તેમ નથી.
તેવામાં ગોંડલના ઘોઘાવદર ગામમાં રહેતા એન્જિનિયર નટવર ડોબરિયા નામના એક યુવકે જાત મહેનતે ઈલેક્ટ્રિક બાઈક બનાવી છે. આ યુવાને આ બાઈકની ડિઝાઈનથી લઈ મોટા ભાગના સ્પેરપાર્ટ્સ પણ જાતે જ બનાવ્યાં છે. બાઈકની બનાવટ માટે કોઈ મોટા શહેરમાં જવાની પણ જરૂર નથી પડી. બાઈકનું નિર્માણ ઘરઆંગણે જ કર્યું છે. 60 દિવસની મહેનત અને 40 હજારનો ખર્ચ ઈલેક્ટ્રિક બાઈક માટે થયો છે. એકવાર ચાર્જ કર્યા બાદ બાઈક 50 કિલોમીટર ચાલી શકે છે અને 35 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ચાલે છે. જેના માટે માત્ર એક યુનિટ વીજળી વપરાઈ છે.
લોકો પેટ્રોલના વધતા ભાવ વચ્ચે આ બાઈક અંગે જાણ થતાં જ પૂછપરછ માટે આવી રહ્યા છે. અનેક લોકોએ આ બાઈક ખરીદી માટે પણ સંપર્ક કરી રહ્યા છે. હાલ તેને એક જ બાઈક બનાવ્યું હોવાથી વેચાણ કરવું શક્ય નથી. જોકે નટવર ડોબરિયા જણાવ્યું છે કે, દરેકને પરવડે એવી કિંમતે ભવિષ્યમાં બાઈક લોકો સુધી પહોંચાડશે. 250 વોટની મોટર અને 48 વોલ્ટની બેટરીનો ઉપયોગ બાઇક બનાવવા માટે કરવામાં આવ્યો છે. જોકે આ બાઈકમાં લીડ- એસિડ બેટરીની જગ્યાએ લિથિયમ-આયર્ન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે તેમાં પાણીની જરૂર પણ રહેતી નથી. બેટરીને સંપૂણ ચાર્જ થવા માટે 3 કલાકનો સમય લાગે છે.
નટવર ડોબરિયાએ વધુમાં જણાવ્યું છે કે, ઇલેક્ટ્રિક બાઈકની બેટરી એકવાર ચાર્જ કર્યા બાદ 50 કિલોમીટર સુધી ચાલી શકે છે, જેથી આ બાઈકનો ઉપયોગ આસપાસના 50 કિલોમીટર વિસ્તારમાં જવા- આવવા માટે પરિવારમાં તમામ લોકો કરે છે. એટલું જ નહીં, આ બાઈક વાડી વિસ્તારમાં પણ સારી રીતે ચાલી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.