સેના અધ્યક્ષ જનરલ બિપિન રાવતે કારગિલ યુદ્ધ વિજય દિવસ પર ફરીવાર પાકિસ્તાનને ચેતાવણી આપી. તેમણે જણાવ્યુ કે, પાકિસ્તાન ફરીવાર કારગિલ જેવા યુદ્ધની કોશિશ નહી કરે. જો પાકિસ્તાન યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ કરશે તો તેને કડક ભાષામાં જવાબ ભારત આપશે.
પાકિસ્તાન સતત આતંકવાદી ઘટનાને અંજામ આપવા આતંકવાદીઓને ભારતમાં મોકલે છે. જેથી પાકિસ્તાને આતંકવાદીઓની ઘુસણખોરી બંધ કરે. તેમણે પુલવામા હુમલા અંગે નિવેદન આપતા જણાવ્યુ કે, પાકિસ્તાનને પુલવામા હુમલાના પુરાવા આપ્યા છે. તેમ છતા પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓ વિરૂદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.
#WATCH Drass, J&K: Army Chief General Bipin Rawat says, “I am quite sure the adversary will never attempt this again. This (Kargil War) was a big misadventure by Pakistan Army in 1999…My warning to Pakistan is do not ever attempt such a misadventure anytime in future.” pic.twitter.com/PEUnXzCvzX
— ANI (@ANI) July 25, 2019
મહત્વપૂર્ણ છે કે, 26મી જુલાઈએ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. 60 દિવસ સુધી ચાલેલા યુદ્ધમાં ભારતની જીત થઈ હતી.જે બાદ 26મી જુલાઈએ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે.