અમદાવાદ(ગુજરાત): આજકાલ વધી રહેલા આત્મહત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં અમદાવાદ(Ahmedabad)ના નવા વાડજ(Vadaj) વિસ્તારમાં રહેતી બે સંતાનોની માતાએ ગળેફાંસો ખાઈને આપઘાત(Suicide) કરી લીધો છે. જેમાં આત્મહત્યા કરતા પહેલા પરિણીતાએ એક સુસાઈડ નોટ(Suicide note) પણ લખી હતી. જેમાં તેણે પ્રેમી(Lover)ના અન્ય સ્ત્રીઓ સાથે સબંધ હોવાનો તથા પ્રેમી તેના મન અને શરીર સાથે રમત રમી છે તેને સજા થવી જોઈએ તેવો ઉલ્લેખ કર્યો છે. આ અંગે વાડજ પોલીસ(Vadaj Police) દ્વારા પ્રેમીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, નવા વાડજ ખાતે રહેતા અને ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા પંકજ બાવા નોકરી પૂર્ણ કરીને ઘરે પરત ફર્યા હતા. આ દરમિયાન, તેમણે દૂધ લાવવા માટે તેમની પત્નીને ફોન કર્યો હતો. જોકે, ફોન તેમની ચાર વર્ષની દીકરીએ ઉપાડ્યો હતો અને મમ્મી મમ્મી કરવા લાગી હતી. જેથી ફરિયાદીને શંકા જતા તેઓ તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા. ઘરે આવીને જોયુ તો પત્ની પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. પત્નીએ પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી.
બાદમાં ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તપાસમાં લાગી હતી. તપાસ દરમિયાન, એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં મૃતક મહિલાએ લખ્યું હતું કે, હું મારા બે છોકરાઓને રખડતાં છોડી જાઉં છું, એના માટે મને મારા બે છોકરાઓ માફ કરજો. મેં મારી જીંદગીમાં બહુ મોટી ભૂલ કરી છે અને મનીષ પ્રજાપતિ સાથે સંબંધ રાખ્યો છે. એ માણસ મારા મન અને શરીર સાથે રમત રમી રહ્યો હતો. છેલ્લા એક વર્ષથી એની સાથે મારા ખુબ જ ખરાબ સંબંધ હતા.
એણે જીદ કરી હતી કે, તને લવ કરૂ છું અને હવે મને ખબર પડી તે એના જીવનમાં મારા જેવી ઘણી બધી સ્ત્રી સાથે તેના ખરાબ સંબંધ છે અને હું એના આ ખરાબ સંબંધોથી કંટાળીને આત્મહત્યા કરૂ છું. એ માણસે મને ઉલ્લુ બનાવી છે અને મારા તન અને શરીર સાથે રમત રમી છે. છેલ્લે મહિલાએ લખ્યું હતું કે, મારા મોતનું કારણ મનીષ પ્રજાપ્રતિ છે, જે ભીમજીપુરાના ચંદ્રભાગામાં સૌરભ સ્કૂલ પાસે રહે છે અને તેને સજા મળવી જોઇએ. પોલીસને આ બાબતની જાણ થતાં જ પોલીસ દ્વારા આરોપી મનિષ પ્રજાપતિના વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.