ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) શહેરમાં એકસાથે 700 જેટલા ટ્રાફિક બ્રિગેડ(Traffic Brigade)ના જવાનોને છુટા કરી દેવામાં આવ્યા છે. જેને લઈને ટ્રાફિક બેડમાં ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનોમાં ફફડાટમચી જવા પામ્યો છે. શહેરમાં રોડ પર ટ્રાફિક વ્યવસ્થાનું નિયમન કરવા માટે મોટા પાયે ટ્રાફિક બ્રિગેડના જવાનોની કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવતી હોય છે પરતું કેટલીક વાર આ જવાનો વધુ પૈસા મેળવવાની લલાચમાં રાહદારીઓ પાસેથી ગેરકાયદેસર રીતે દંડ(Unlawful fines)ની ઉઘરાણી પણ કરતા હોય છે.
ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂકની ફરિયાદો બાદ કરવામાં આવી કડક કાર્યવાહી:
આવા કિસ્સામાં હવે ભ્રષ્ટાચાર અને ગરવર્તણૂંકની ઉઠેલી ફરિયાદનોને લઈને હવે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં એક સાથે 700 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનોને છુટા કરી દેવાતા શહેરમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તેમની સામે ભ્રષ્ટ્રાચાર અને નાગરિકો સાથે ગેરવર્તણૂંકણની ફરિયાદ થતા તંત્રએ એક જ ઝાટકે તમામને છુટા કરી દીધા છે. જોવા જઈએ તો તંત્ર દ્વારા આગામી દિવસોમાં નવા 700 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનોની ભરતી કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. જ્યારે આ નવા જવાનોને 3 વર્ષના કોન્ટ્રોક્ટ પર લેવામાં આવશે. પરતું હાલમાં પ્રશાસનએ ભ્રષ્ટાચારને ડામવા લીધા આ નિર્ણયને પગલે અન્ય ટ્રાફિક બ્રિગડના જવાનનો એક ચોક્કસ સકારાત્મક સંદેશ જરૂર મળ્યો છે જે બાદ હવે કર્મચારીઓ પૂરી નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી ફરજ બજાવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.