ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી(Assembly elections) યોજાવા જઈ રહી છે. તેમ-તેમ તમામ રાજકીય પક્ષો પોતપોતાની રીતે ચૂંટણીની તડામાડ તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે આ દરમિયાન ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી મોંઘવારી મુદ્દે આમ આદમી પાર્ટી(AAP)ના નેતાઓ ભાજપ(BJP)ને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને તેમણે ફ્રી વીજળી સહિતના વચનો આપ્યા હતા. ત્યારે હવે ફરી એક વખત તેવો ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે:
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 25મી જુલાઈના રોજ એટલે કે આજ રોજ સાંજે રાજકોટ એરપોર્ટ પહોંચશે, ત્યાર પછી સોમનાથ જવા રવાના થશે અને સોમનાથ હોટલમાં રાત્રિ રોકાણ કરશે. આ વખતે ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરની મુલાકાત લેશે.
જયારે ગઈકાલે એટલે કે બીજા દિવસે 26 જુલાઈના રોજ સવારે અરવિંદ કેજરીવાલ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના દર્શન કરવા મંદિર પહોંચશે અને ભારતના લોકોની સુખ-સમૃદ્ધિ અને ભારતમાં સુશાસનની સ્થાપના માટે મંદિરમાં પૂજા-અર્ચના કરીને મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરશે. સોમનાથ મંદિરેથી મહાદેવના આશીર્વાદ લીધા પછી અરવિંદ કેજરીવાલ સોમનાથથી રાજકોટ જવા માટે રવાના થશે અને બપોરે રાજકોટમાં જ ટ્રેડર્સ સાથેના ટાઉન હોલ કાર્યક્રમને અરવિંદ કેજરીવાલ સંબોધિત કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર જણાવતા કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતાને મળીને તેમની સમસ્યાઓ વિશે વાત કરશે, ગુજરાતના લોકોના પ્રશ્નોના જવાબ આપવા ફરી એક વાર ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે.
કેજરીવાલે ફ્રી વીજળીની કરી હતી જાહેરાત:
અરવિંદ કેજરીવાલે કહ્યું, હું ગુજરાતમાં પ્રથમ ગેરંટી તરીકે મફત વીજળીનું વચન આપું છું. કેજરીવાલે કહ્યું, ભાજપે કહ્યું હતું કે, 15 લાખ આપશે. પછી કહ્યું કે તે ચૂંટણીનો ખેલ છે. તેઓ કહે છે, પરંતુ અમે ગેરંટી આપીએ છીએ. જો અમે કામ નહીં કરીએ, તો આગલી વખતે મત આપશો નહીં.
કેજરીવાલે કહ્યું, અમે દિલ્હી અને પંજાબમાં વીજળીને લઈને ત્રણ કામ કર્યા. ગુજરાતમાં પણ આવું જ કરશે. કેજરીવાલે કહ્યું હતું કે, સરકાર બન્યાના ત્રણ મહિના પછી દરેક પરિવારને 300 યુનિટ મફત વીજળી મળશે અને 24 કલાક વીજળી મળશે અને મફતમાં વીજળી મળશે. પાવર કટ થશે નહીં. 31 ડિસેમ્બર, 2021 સુધીના જૂના ઘરેલું બિલ માફ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.