ગુજરાત(Gujarat): આજથી 23 દિવસ પહેલા આણંદ(Anand)માં એક મહિલાને અડફેટે લીધા બાદ અમદાવાદથી મુંબઇ તરફ જઈ રહેલી વંદે ભારત ટ્રેન(Vande Bharat train accident)ને ફરી એક વખત અકસ્માત નડ્યો હતો. ઓક્ટોબર મહિનામાં ત્રણ વખત, નવેમ્બર મહિનામાં એક વખત અકસ્માત(Accident) થયા બાદ ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ અકસ્માત સર્જાયો હતો. આજે વલસાડ(Valsad)ના ઉમદવાડા(Umarwada) રેલવે સ્ટેશનમાં બળદને ટ્રેને અડફેટે લીધો હતો. મહત્વનું છે કે, અમદાવાદમાં ભેંસ સાથે, આણંદમાં ગાય સાથે તેમજ એક મહિલાને અડફેટે લીધી હતી. આ ઉપરાંત વલસાડમાં બળદ સાથે અથડાઈ હતી. ત્યારે આજે પણ વલસાડમાં બળદ સાથે જ અથડાઈ હતી.
મહત્વનું છે કે, અમદાવાદથી મુંબઇ બાજુ જતી વંદે ભારત ટ્રેનનો ફરી એક વખત અકસ્માત થયો હતો. વલસાડના ઉદવાડા રેલવે સ્ટેશન બળદ સાથે ટ્રેનની ટ્રક્કર થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બળદનું મોત થયું હતું અને ટ્રેનમાં પણ નુકસાન પહોંચ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અકસ્માત થતા સંજાણ રેલવે સ્ટેશન નજીક ટ્રેનને ઉભી રાખવી પડી હતી. રેલવે કર્મચારીઓએ તાત્કાલિક સંજાણ રેલવે સ્ટેશન પહોંચી ટ્રેનના કેટલ રન ઓવરને રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રેનને મુંબઈ તરફ જવા રવાના કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉદવાડા સ્ટેશનને વંદે ભારત ટ્રેનની અડફેટે બળદ આવી ગયો હતો અને ફરી એક વખત અકસ્માત સર્જાયો હતો. વંદે ભારત ટ્રેનના પાયલોટ દ્વારા ગૌ વંશ બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેમ છતાં બળદ અડફેટે આવી ગયો હતો. અકસ્માતને કારણે ટ્રેનના ગાર્ડમાં નુકસાની પહોંચી હતી. ઘટના અંગે સંજાણ રેલવે સ્ટેશનનના સ્ટેશન માસ્તરને જાણ કરી મેન્ટેન્સ સ્ટાફની મદદ માંગવામાં આવી હતી. સંજાણ રેલવે સ્ટેશન ખાતે તાત્કાલિક રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને 20 મિનિટ બાદ વંદે ભારત ટ્રેનને ફરી રવાના કરી દેવામાં આવી હતી.
5 ડિસેમ્બરે છે બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
8 ડિસેમ્બરે જાહેર થશે ચૂંટણીનું પરિણામ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.