દર્દનાક અકસ્માતમાં પૂરપાટ ઝડપે આવી રહેલ ઇકોએ 2 યુવકને હવામાં ફંગોળતા કરુણ મોત- કારની હાલત તો જુઓ…

Accident in Vansda: રાજ્યમાં અવાનવાર અકસ્માત (Accident)ની દર્દનાક ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ત્યારે આવો જ એક અકસ્માત સામે આવ્યો છે. જો વાત કરવામાં…

Accident in Vansda: રાજ્યમાં અવાનવાર અકસ્માત (Accident)ની દર્દનાક ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ત્યારે આવો જ એક અકસ્માત સામે આવ્યો છે. જો વાત કરવામાં આવે તો નવસારી (Navsari) જીલ્લાના વાંસદા (Vansda) તાલુકાના હનુમાનબારીમાં કારચાલકે બાઇકને અડફેટે લેતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં યુવકનું કરુણ મોત નિપજ્યું (One died in accident) હતું તો અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટના અંગે વાંસદા પોલીસ (Vansda Police) દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, વાંસદા તાલુકામાં અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે વધુ એક જીવલેણ અકસ્માતની દર્દનાક ઘટના સામે આવી હતી. આ દર્દનાક અકસ્માતની ઘટનામાં વાંસદાના હનુમાનબારી ગામે વાંસદા-ચીખલી રોડ પર ઇકો ગાડી (નં. GJ-21- CA-9761)ના અજાણ્યા ચાલકે ગાડી પૂરપાટ ઝડપે રસ્તા પરથી પસાર થઇ રહેલ CT100 બાઇક (નં. GJ-21-J-0869)ના ચાલકને જોરદાર રીતે અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો.

વાત કરવામાં આવે તો આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક પર સવાર શિવમ ધીરુભાઇ પટેલ (ઉ.વ. 18, રહે. નાની વાલઝર, પટેલ ફળિયુ, તા. વાંસદા) ને ગંભીર ઇજા પહોંચી હતી અને ત્યારબાદ ઘટનાસ્થળે જ તેનું મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી.

ઉલ્લેખનીય છે કે, બાઇક પર સવાર અન્ય બે યુવક અતિક વિજયભાઈ પટેલ અને નિકેત કાંતિલાલ પટેલને હાથ-પગ અને પાંસળીના ભાગે ફ્રેકચર થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગુરુવારના રોજ સારવાર દરમિયાન અતિકનું કરુણ મોત થયું હતું. આ અકસ્માતને અંજામ આપીને કારચાલક ઘટનાસ્થળેથી ભાગી છૂટયો હતો.

મહત્વનું છે કે, આ સમગ્ર ઘટના અંગે મૃતકના પિતાએ વાંસદા પોલીસ મથકે ઇકોના અજાણ્યા ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *