1100 kg lamp ready for Ram temple: અયોધ્યામાં બની રહેલા રામ મંદિર( 1100 kg lamp ready for Ram temple )માં લોકો અવનવી ભેટો ભગવાન રામને અર્પણ કરી રહ્યા છે.ત્યારે વડોદરામાં 1100 કિલોનો સ્ટીલનો દીવો તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે વડોદરામાંથી જ રામ મંદિર માટે ભગવાન રામની મહિમાઓનું વર્ણન કરતી તકતીઓ મોકલવામાં આવશે.તેમજ 22મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન આ દીવો પ્રગટાવવામાં આવશે.
501 કિલો ઘી ઉમેરી શકાય તેવો 1100 કિલો સ્ટીલનો દીવો બનાવવામાં આવ્યો
વડોદરામાં અરવિંદ પટેલ નામના રામભક્ત દ્વારા 1100 કિલો વજનનો સ્ટીલનો દીવો તૈયાર કરવામાં આવ્યો છે. તેમનુ કહેવુ છે કે, વડોદરામાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી મોકલવામાં આવી રહી હોવાનું જાણ્યા બાદ મને થયુ હતુ કે, આ સાથે આવો જ એક દીવો પણ ભગવાન રામના મંદિર માટે અયોધ્યા મોકલવો જોઈએ. એટલે યુદ્ધના ધોરણે દીવો બનાવવાનું કામ શરુ કરાવ્યું. મકરપુરા જીઆઈડીસીના એક કારખાનામાં 10 જેટલા કારીગરોએ 12 દિવસમાં રોજ સતત 24 કલાક કામ કરીને આ દીવો બનાવ્યો છે. સ્ટીલમાંથી બનેલા દીવા પર રંગ કરાયો છે, જેનું કુલ વજન 1100 કિલો છે.9 ફૂટથી પણ વધુ ઊંચો અને 8 ફૂટ પહોળો આ દીવો રામ મંદિર માટે ભેટમાં આપવામાં આવશે. ખાસ વાત એ છે કે આ દીવામાં 501 કિલો ઘી ઉમેરી શકાય છે અને તેની દિવેટ 15 કિલો રૂમાંથી બનાવવામાં આવી છે.જે 22મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન આ દીવો પ્રગટાવવામાં આવશે.
રામ મંદિર માટે પિત્તળની તકતીઓ બની રહી છે
આવી જ રીતે વડોદરામાં મકરપુરા GIDCમાં બરોડા મેટલ લેબલ વર્કર્સમાં 16 દિવસથી રામ મંદિરમાં માટે ભગવાન રામની મહિમાઓનું વર્ણન કરતી પિત્તળની તકતીઓ બનાવવામાં આવી રહી છે. રામાયણની ગ્રાથાને કોમ્પ્યુટરાઈઝ્ડ એન્ગ્રેવિંગ મશીન વડે હિન્દી અને અંગ્રેજીમાં તૈયાર કરાઈ રહી છે. જેમાં 4 મોટી અને 4 નાની મળીને કુલ 8 તકતી તૈયાર કરાશે. આ તકતીઓને મુહૂર્ત જોઈને રામ મંદિર માટે લઈ જવામાં આવશે અને તેને ભેટ કરાશે.
અગરબત્તીનું વજન 3500 કિલો અને લંબાઈ 108 ફૂટ
આ અગરબત્તી તૈયાર કરનાર વડોદરાના ગોપાલક વિહાભાઈ ભરવાડએ કહ્યું હતું કે રામ મંદિર માટે તૈયાર કરેલી આ અગરબત્તીનું વજન 3500 કિલો છે. અગરબત્તી 108 ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ પહોળી છે. અગરબત્તીમાં ગુગળ, કોપરાનું છીણ, જવ, 280 કિલો તલ, ગીર ગાયનું શુદ્ધ ઘી, હવન સામગ્રી અને ગીર ગાયના છાણનો પાવડર ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અગરબત્તી 47 દિવસ સુધી અખંડ ચાલશે. અગરબત્તી તૈયાર કરતા છ મહિનાનો સમય લાગ્યો છે.
લોકો આતુરતાથી 22મી જાન્યુઆરીની વાટ જોઈ રહ્યા છે અને 22 જાન્યુઆરીએ ભારત માટે એક એતિહાસિક દિવસ બની રહશે.કારણકે રામમંદિર માટે તમામ પ્રકારની વસ્તુઓમાં વિશિષ્ટતા જોવા મળે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube