સુરત: સોસાયટીમાં કાર ચલાવનારની બેદરકારીથી દોઢ વર્ષના બાળકે જીવ ગુમાવ્યો

સુરતમાં માતાપિતાની આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. માત્ર દોઠ વર્ષનો બાળક ઘર નજીક રમતો હતો ત્યારે કાર ચાલકે તેને કચડી નાખ્યો હતો. ચાલક કારને રિવર્સમાં લઈ રહ્યો હતો ત્યારે બાળક કાર નીચે આવી ગયો હતો.
બાળકને સારવાર માટે લઇ ગયા બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ મામલે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. કાર ચાલક સોસાયટીમાં સાબુ વેચવા આવ્યો હોવાનું સામે આવ્યુ છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

સુરતના પુના વિસ્તારમાં આવેલી શંકરનગર સોસાયટીમાં બનેલી ઘટના ભલભલાને વિચારવા મજબૂર કરી દે તેવી છે. આ સોસાયટીમાં રહેતા કનક કાનાણી રત્નકલાકાર તરીકે ગુજરાન ચલાવે છે. ગતરોજ સોસાયટીમાં તેમનો દોઢ વર્ષનો બાળક રમતો હતો તે સમયે એક મારુતિ વેન લઈને એક વ્યક્તિ સોસાયટીમાં સાબૂ વેચવા માટે આવ્યો હતો. કામ પૂરું થયા બાદ તે પોતાની ગાડી રિવર્સ લઈને જઈ રહ્યા હતા ત્યારે કનકભાઈનો દોઢ વર્ષનો પુત્ર આર્યન અચાનક ગાડી નીચે આવી ગયો હતો.

નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયગાળાથી અકસ્માતની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. થોડા સમય પહેલા પણ રસ્તા પર રમી રહેલા બાળક પર ડોક્ટર કાર ચાલકની કાર ફરી વળતા બાળકનું કમકમાટી ભરેલું મોત નિપજ્યું હતું.

આર્યનને તાત્કાલિક સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બાળકના મોતના સમાચારને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને કાર ચાલકની ધરપકડ કરી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

દોઢ વર્ષના દીકરા આર્યન કાનાણીનું અચાનક મોત થતાં તેના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. પોતાના વ્હાલસોયાને ગુમાવીને પરીવાર ચોધાર આંસુએ રડી પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *