કોરોના મહામારીને કારણે સમગ્ર ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી થંભી ગઇ છે. વિશ્વની અર્થ વ્યવસ્થા ભાંગી પડી છે. કરોડો લોકો બેરોજગાર બન્યા છે. તે જ રીતે હીરાઉદ્યોગમાં પણ વેપાર ઠપ છે. આ તબક્કે આવી પરિસ્થિતિમાં સુધારારૂપી આશાનું કિરણ પ્રગટ્યું છે. હીરાઉદ્યોગકારો દ્વારા સુરતથી 10 ડાયમંડ કન્સાઇન્મેન્ટની વાયા મુંબઇ થઇ નિકાસ કરવામાં આવી છે.
જીજેઇપીસીના રિજિયન ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, સુરતમાં તૈયાર થતા પોલિસ્ડ ડાયમંડની વાયા મુંબઇ નિકાસ થતી રહી છે. હાલમાં લોકડાઉનને કારણે મુંબઇ બીડીબીમાં તૈયાર હીરાનો જથ્થો છે. પરંતુ, મુંબઇમાં કસ્ટમ કિલયરન્સની સુવિધા હાલ ઉપલબ્ધ નથી. ખાસ રજૂઆત બાદ સુરત ખાતે સ્ટમ ક્લિયરન્સની સુવિધાને મંજૂરી મળી છે. આ તબક્કે ગતરોજ સુરતથી ૧૦ ડાયમંડ કન્સાઇન્મેન્ટ ફલાઇટ મારફત મુંબઇ મોકલાયા છે. જે ગુરુવારના રોજ હોંગકોંગ રવાના થયા છે.
આ પ્રકારે જો કોઇકે મુંબઇથી ડાયમંડ પાર્સલ લાવવા હોય અને તેને સુરત ખાતે ક્લિયરન્સ કરાવી વાયા મુંબઈ નિકાસ કરવા હોય તો, તે માટે જીજેઇપીસીનો સંપર્ક કરવાનો રહેશે. સુરત કલેકટર સાથેની વાતચીત બાદ કલેકટરે પણ નિકાસલક્ષી કામગીરીમાં જરૂરી મંજૂરી આપવા તૈયારી દર્શાવી છે. બીજી તરફ બીડીબીના પ્રમુખ અનુપ મહેતા સાથે વાત થઇ છે. જેઓ ગણતરીના સ્ટાફ સાથે નિર્ધારિત સમયમાં ડાયમંડ મેળવવાની સુવિધા ગોઠવવા સંમત થયા છે.
આ તમામ ડેવલપમેન્ટના આધારે મુંબઇથી તૈયાર હીરા લાવવા અને સુરત ખાતે એલોટમેન્ટ તથા કસ્ટમ ક્લિયરન્સ સહિતની કામગીરી કરી ફરી નિકાસ કરવાનો માર્ગ ખૂલ્યો છે. સપ્તાહમાં બે દિવસ કન્સાઇન્મેન્ટ મોકલવાનું આયોજન છે. હાલમાં આઠ લોકોની અરજી મળી છે. વધુમાં જણાવ્યું હતું કે, સચિન એસઇઝેડ ખાતે પણ જેમ-જવેલરી ઇન્ડસ્ટ્રીના આઠ યુનિટ કાર્યરત થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news