શાકભાજી અને દુધની થેલી પર કોરોના વાયરસ કેટલો સમય જીવિત રહે છે? જાણો અહીં

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાઈ રહી છે.જેના લીધે ઘણા લોકોનાં મોત થઈ ચુક્યા છે.હવે આખાં વિશ્વમાં જાહેર સ્થળોએ એકસમાન જ દૃશ્ય જોવા મળી…

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાઈ રહી છે.જેના લીધે ઘણા લોકોનાં મોત થઈ ચુક્યા છે.હવે આખાં વિશ્વમાં જાહેર સ્થળોએ એકસમાન જ દૃશ્ય જોવા મળી રહ્યું છે. લોકો પોતાની કોણીથી જ દરવાજા ખોલવાના પ્રયત્નો કરીરહ્યા છે.

અનલોક બાદ લોકોની અવરજવર શરુ થયાં બાદ લોકો પોતાનાં કાર્યસ્થળે પહોચવા માટે ઘણી સાવચેતીઓ રાખી રહ્યા છે. ટ્રેન મારફતે પ્રવાસ કરતાં લોકો કોચમાંનાં હૅન્ડલ પકડવાનું ટાળી રહેલ જોવાં મળ્યાં છે. ઑફિસમાં જતાં કર્મચારીઓ દરરોજ સવારે ઓફિસે પહોચતાની સાથે જ પોતાનાં ટેબલને સાફ કરતા જોવા મળી રહ્યાં છે.

કોરોના વાઇરસનો સૌથી વધારે પડતો પ્રભાવ ધરાવતા વિસ્તારોમાં કર્મચારીઓને પ્રૉટેક્ટિવ વસ્ત્રો પહેરીને કામ પર મોકલવામાં આવી રહ્યા છે. આ કર્મચારીઓની ટીમો પ્લાઝા, પાર્ક્સ અને રસ્તાઓ પર પણ ચેપને રોકતી દવાઓ છાંટતાં જોવાં મળી રહ્યાં છે.

આ વધુ પડતી ફેલાઈ રહેલી મહામારીને કારણે લોકો ઑફિસો, હૉસ્પિટલો, દુકાનો,ઘર તથા રેસ્ટોરન્ટમાં પણ સાફ-સફાઈની કામગીરી પહેલાં કરતાં પણ ઘણી વધુ ચોકસાઈ સાથે કરવામાં આવી રહી છે.

કોરોનાની મહામારીને લીધે મોટાભાગનાં લોકો આર્થિક સંકડામણ અનુભવી રહ્યાં છે.આખો દિવસ ઉપયોગમાં આવેલ ATM માં ઘણી લાંબી લાઈનો લાગેલી રહે છે.ત્યારે કેટલાંક શહેરોમાં સ્વયંસેવકો ATM નાં કી-પેડ્સને પણ રાત્રે સાફ કરતાં જોવાં મળી રહ્યા છે.

થોડાં વર્ષો પહેલાં પણ એક મહામારી ફેલાઈ હતી ,જેનું નામ સ્વાઈન-ફ્લૂ હતું.ફ્લૂ જેવા બીજા પણ શ્વસનતંત્રને લગતી વાઇરસની માફક કોવિડ-19 પણ, તેનો ચેપ જેને લાગ્યો હોય એ વ્યક્તિની છીંક કે ઉધરસ ખાતી વખતે મોં અને નાકમાંથી નીકળતાં પાણીનાં ટીપાંથી પણ ફેલાઈ શકે છે.

એકવાર છીંક ખાવાથી આવાં કુલ 3,000 ટીપાં ઉત્પન્ન થઈ શકે છે. આ ઝીણા કણ બીજા લોકો પર, તેમનાં કપડાં પર પણ કે તેમની આજુબાજુની સપાટી પર પણ પડી શકે છે. જો કે, ઘણાં નાના પાર્ટિકલ્સ પણ હવામાં તરતાં રહી શકે છે.

કોરોના વાઇરસ મળ પર લાંબા સમયગાળા સુધી ટકી શકતો હોવાના થોડા પુરાવા પણ મળ્યા છે. જેથી, ટૉઈલેટ જઈને આવેલ કોઈપણ વ્યક્તિએ તેના હાથ બરાબર ન ધોયા હોય તો, એ વ્યક્તિ જે કોઈપણ ચીજને સ્પર્શ કરે કે તરત જ તેના પર ચેપ લાગી શકે છે.

આપણે બહાર થી લાવેલ ચીજ-વસ્તુ જેવી, કે દૂધ, શાકભાજી,અન્ય કોઇપણ વસ્તુને લાવવી ત્યારબાદ ઘરે આવીને લાવેલ વસ્તુને ગરમ કે સાદા પાણી વડે ધોઈ નાખવાં જોઈએ.ત્યારબાદ જ જે-તે વસ્તુને વપરાશમાં લેવી જોઈએ. જેનાથી આપણે કોરોના વાયરસની આ મહામારીથી સલામત રહી શકીએ. જો આ સમયમાં આપણે થોડી પણ સાવચેતી નહિ રાખીએ તો આપણે ગંભીર પરિણામો ભોગવવા પડશે. એટલે જ બહારથી લાવતા દુધની થેલી અને શાકભાજીને તરત જ ધોઈ નાખવા જોઈએ નહીતર લાંબા સમય સુધી આ વાયરસ પ્લાસ્ટિક પર જીવિત રહી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *