એક પોલીસ મથકમાં પકડાયેલા જમીન દલાલ મહેન્દ્ર કસ્ટોડિઅલ ડેથના ચકચારી કિસ્સામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં પ્રેમ પ્રકરણનો ખુલાસો થચો છે. આ અંગે પોલીસ દ્વારા મહેન્દ્રની હત્યા કરનાર તેની પ્રેમિકાના પતિ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. મહત્તવનું છે કે, સોમવારે મધરાત્રી બાદ એક જમીન દલાલનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હોવાની ઘટના બની છે. જેમાં કસ્ટોડિયલ ડેથ થયાના આક્ષેપો પણ લાગ્યા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ બાજવા કરચીયા રોડ પર ગિરિરાજ ફ્લેટમાં 16મી ફેબ્રુઆરીની મધરાતે મહેશ પંચાલ અને બાજવા વિસ્તારના મહેન્દ્ર વચ્ચે લડાઈ થઇ હોવાથી પોલીસ બંનેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં મહેશ પઢિયારને ગભરામણ થતાં સારવાર દરમિયાન હૉસ્પિટલમાં જ તેનું મૃત્યુ થયું હતું. જેમા તેનું મૃત્યુ કસ્ટોડિયલ ડેથના કારણે થયાના પણ આક્ષેપ લાગ્યા હતા.
જોકે, પોલીસની તપાસ દરમિયાન સમગ્ર બનાવમાં પ્રેમ પ્રકરણ સામે આવ્યું હતું. મહેશ પંચાલની પત્ની અને મહેશ પઢિયાર બંને પ્રેમસંબંધમાં હતા. બનાવ બન્યો તે સમયે મહેશ પંચાલ નાઈટ ડ્યુટી પર ગયો પરંતુ અચાનક તે ઘેર આવી જતા પત્ની અને પ્રેમી રંગે હાથ ઝડપાઇ ગયા હતા. જેથી તેના પતિનો પ્રેમી સાથે ઝઘડો થયો હતો. આ ઉપરાંત પતિ અને પ્રેમી વચ્ચે મારામારી પણ થઈ હતી. જેથી ઇજાગ્રસ્ત પ્રેમીનું મોત નીપજ્યું હતું. પોલીસે મહેશ પંચાલ સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ આ પહેલા પણ મહેશે મહેન્દ્ર અને પત્નીને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પત્નીએ અને મહેન્દ્રએ માફી માંગી લીધી હતી. મહેન્દ્રએ તો સમ ખાઇને કહ્યું હતુ કે, હવે સબંધો નહીં રાખું. જેથી પતિએ બંનેને માફ કર્યા હતા. પરંતુ ત્યારપછી પણ તેમણે અનૈતિક સબંધો ચાલુ રાખ્યા હતા. મૃતકના આરોપીની પત્ની સાથે અનૈતિક સબંધ હોવાનું જોઇ જતાં તેણે હુમલો કર્યો હતો. આ ઉપરાંત આરોપી એ પોતે પોલીસ કંન્ટ્રોલ રૂમને પણ જાણ કરી હતી. આ હકીકતના આધારે પોલીસ દ્વારા હત્યાના આરોપ હેઠળ મહેશ પંચાલની ધરપકડ કરવામાં આવી છે.
મૃતકના પરિવારજનોએ પોલીસ પર કરેલા કસ્ટોડિયલ ડેથના આક્ષેપને અંગે તપાસ શરૂ કરી હતી. મૃતકનું સયાજી હૉસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં કપાળ અને નાકના ભાગે ગંભીર ઇજાઓ થવાથી મોત થયાનું બહાર આવ્યું હતુ. પોલીસે મહેશ પંચાલની પૂછપરછ કરતાં એમાં પણ મહેન્દ્રને માર માર્યા બાદ મૃત્યુ થયું હોવાનું ખૂલ્યું હતું. જવાહરનગર પોલીસે મૃતકના ભત્રીજા નિલેશ સોલંકીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના વડોદરાના જવાહરનગરની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle