સિગરેટ લેવા જેવી નજીવી બાબતે મિત્રએ જ કરી મિત્રની હત્યા- જાણો ક્યાં બની હિચકારી ઘટના

Published on Trishul News at 6:43 PM, Sat, 21 October 2023

Last modified on October 21st, 2023 at 6:43 PM

friend killed a friend in Surat: ખટોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા આઝાદ નગરમાં તડકેશ્વર સોસાયટીમાં દીપ અને આકાશ વાઘમારે નામના યુવકો વચ્ચે સિગરેટ લેવા બાબતે થોડી બોલાચલી થઈ હતી.આ બોલાચલી થયા પછી ફરીથી આકાશ અને દીપ ઝઘડ્યા હતા(friend killed a friend in Surat) અને બીજી વખતે જે ઝઘડો થયો હતો તેમાં બંને એકબીજા ચપ્પુ અને તલવાર જેવા હથિયારો લઈને સામસામે આવી ગયા હતા.

આ ઘટનામાં દીપ નામના યુવક દ્વારા આકાશને પેટ અને ઝાંઘના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. આ ઘટનામાં આકાશને ગંભીર ઈજા થઈ હોવાના કારણે 108 મારફતે આકાશને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે ગંભીર ઇઝાના કારણે વિકાસના શરીરમાંથી વધારે લોહી વહી ગયું હતું અને તેના કારણે વિકાસનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું.

આ ઘટનાને લઈને ખટોદરા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા દીપ રવીન્દ્ર પટેલ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે.

દીપની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે દીપ અને આકાશ બંને મિત્રો હતા અને એક જ સોસાયટીના રહેવાસી હતા. આકાશે દીપને સિગરેટ લેવાના જે પૈસા આપ્યા હતા તે પૈસા બાબતે બંને વચ્ચે એક મગજમારી થઈ હતી. આ પૈસાની મગજમારીને લઈને બંને વચ્ચે ઝઘડો શરુ થયો હતો અને સિગરેટ બાબતે આકાશને પોતાનો જીવ ગુમાવો પડ્યો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક આકાશ સામે અગાઉ બે ગુના નોંધાયેલા છે અને આરોપીનો કોઈપણ ગુનાહિત ઇતિહાસ નથી.

Be the first to comment on "સિગરેટ લેવા જેવી નજીવી બાબતે મિત્રએ જ કરી મિત્રની હત્યા- જાણો ક્યાં બની હિચકારી ઘટના"

Leave a comment

Your email address will not be published.


*