બુટલેગર છે કે કોર્પોરેટર? જાણો કેટલી બોટલ ઝડપાઈ

BJP corporator vishal jadav: ગુજરાતમાં દારુબંધી ખાલી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે છાસવારે દારુ પીવાના અને વેચવાના કિસ્સા સામે આવી રહ્યા છે. તે ઉપરાંત દારુના નશામાં(BJP corporator vishal jadav) ડ્રાઈવિંગ કરી અકસ્માત કરવાના કિસ્સા બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યા.દારુને લઈને અનેક વખત સવાલો ઉઠ્યા છે પરંતુ ક્યારેય કોઈ કડક કાર્યાવાહી કરવામાં આવતી નથી.

તેમાં આજે ફરી એકવાર દારુ વેચવાનો કિસ્સો સામે આવી રહ્યો છે.જેમાં આ વખતે સત્તાપક્ષ ભાજપના જ નેતા દારુ વેચતા ઝડપાતા અનેક રાજકારણ ગરમાયું છે. આ અંગે સામે આવેલી વિગતો મુજબ સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકાના ભાજપના કોર્પોરેટર વિરુધ્ધ ઇંગ્લિશ દારૂ વેચવા મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

વોર્ડ નંબર 8 ના ભાજપના સભ્ય વિશાલ જાદવ વિરૂધ્ધ સુરેન્દ્રનગર LCB પોલીસે બી-ડિવિઝન પોલીસ મથકે એક ગુન્હો નોંધાવ્યો છે. સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના ભાજપ સભ્ય વિશાલ જાદવ પોતાના ઘર પાસે ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા હોવાની માહિતીના આધારે પોલીસે રેડ પણ કરી છે.

સભ્ય વિશાલ જાદવના ઘરના ઓટલા પાસેથી ઇંગ્લિશ દારૂની 16 જેટલી બોટલો મળી આવી હતી. જો કે, રેડ સમયે વિશાલ જાદવ હાજર ન હતો. LCB પોલીસ ટીમે કરેલ રેડમાં માત્ર બિનવારસી હાલતમાં દારૂ મળી આવ્યો પરંતુ ભાજપનો સભ્ય ન ઝડપાતા શહેરમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે.જેમાં LCB પોલીસ ટીમે કરેલી રેડમાં માત્ર બિનવારસી હાલતમાં દારૂ મળી આવ્યો હતો, પરંતુ ભાજપનો સદસ્ય ન ઝડપાતા શહેરમાં અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી. હાલ તો, સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકાના ભાજપના સદસ્ય વિશાલ જાદવ વિરુધ્ધ ઇંગ્લિશ દારૂ વેચતો હોવાનો ગુન્હો નોંધાતા રાજકીય ખળભળાટ મચી જવા પામી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *