સુરતના વેલેન્જામાં ડ્યુટી પરથી પરત ફરતા પોલીસ અધિકારીને સુમુલડેરીના ટેન્કરે મારી ટક્કર, ઘટનાસ્થળે જ નીપજ્યું કરુણ મોત

સુરત(ગુજરાત): સુરતમાં હાલમાં હાઇવે પર અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. આ દરમિયાન ઉમરા હજીરા હાઇવે હજી કેટલા લોકોના જીવ લેશે. આ જ રોડ પર અગાઉ પણ ઘણા અકસ્માતો સર્જાયા છે. જેમાં ગૌમાતા તથા ઘણા લોકોના પણ જીવ ગયા છે. છતાં તંત્ર જરાય ધ્યાન આપતુ ન હોય એવું લાગી રહ્યું છે. વારંવાર હજીરા હાઇવે રોડ બનાવવા બાબતે અને રોડ પર સ્ટ્રીટલાઇટ અને બમ્પ બનાવવા બાબતે સ્થનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હોવા છતાં આજ સુધી આ રોડ એમ ને એમ જ ખાડા વાળો છે.

જાણવા મળ્યું છે કે, સુરત જિલ્લાના ઘલુડી હેડક્વાર્ટર ખાતે પોલીસ ડ્રાયવર તરીકે ફરજ બજાવતા જવાન પોતાની મોટરસાયકલ લઈને કામરેજ તાલુકાના વેલંજા ગામની સીમમાં રંગોલી ચોકડીથી ઉમરા જતા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન, સુમુલનું દૂધ લઈને જતા ટેન્કરે મોટરસાયકલને હડફેટેમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં પોલીસ જવાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ, સુરત જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે એમટી ડ્રાયવર તરીકે ફરજ બજાવતા પો.કો દીપકભાઈ નગીનભાઈ આહીર પોતાની મોટરસાયકલ પર કામરેજ તાલુકાના વેલંજા ખાતે આવેલ રંગોલી ચોકડીથી નવી પારડી થી હજીરા રોડ પર ઉમરા તરફ જઈ રહ્યાં હતાં ત્યારે પુરઝડપે આવતા સુમુલડેરીના ટેન્કરે દીપકભાઈના મોટરસાઇકલને હડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં દીપકભાઈને ગંભીર ઇજા પોહચી હતી જેથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. આ બનાવ અંગે જાણ થતા કામરેજ પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ જવાનનું અકસ્માતમાં મોત થતા પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. અકસ્માત બાદ સ્થાનિકો દ્વારા મળેલ માહિતી મુજબ સ્થાનિક લોકોને કઠોર પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવી છે. આ અકસ્માત અંગે ખુદ dysp જાડેજા સાહેબ તપાસ કરી રહ્યા છે. આ અંગે વધુ તપાસ કઠોર અને કામરેજ પોલીસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *