માતા પિતા ચેતી જજો! સુરતમાં મોબાઈલમાં તલ્લીન ત્રણ વર્ષની બાળકી ત્રીજા માળેથી નીચે પટકાઈ

સુરત(Surat): આજકાલ એક વર્ષથી બાળકના લઈને દરેકને મોબાઈલ (Mobile)ની ટેવ હોય છે. જે ઘણી વખત ભારે પડી જતી હોય છે. હાલ આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જ્યાં ઘરમાં ત્રણ વર્ષના બાળકને મોબાઈલ રમવા આપવો માતા-પિતાને ભારે પડી ગયું છે. કારણ કે બાળક મોબાઈલમાં એટલું મશગુલ હતું, કે રમતા-રમતા ત્રીજા માળેથી નીચે પટકાયું હતું અને તેના ધબકારા બંધ થઈ જતા 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતું. જોકે, સદનસીબે ડોકટરો દ્વારા બાળકને બચાવી લેવામાં આવ્યું છે. હાલ બાળક કોમામાં છે.

વાસ્તવમાં, મૂળ ઓરિસ્સાના વતની વિનય પીલય કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવતો હતો. જેઓ પોતાની પત્ની અને ત્રણ વર્ષની બાળકી સાથે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ સેવન હેરિટેજ નામની બિલ્ડિંગમાં રહે છે. બાળકી ઘરમાં હતી તે સમયે માતા-પિતાએ મોબાઇલ રમવા માટે આપ્યો હતો અને મોબાઈલમાં રમતા-રમતા બાળકી અચાનક જ ત્રીજા માળેથી નીચે પટકાઈ હતી. આ સાથે જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. ત્રીજા માળેથી નીચે પટકાતા બાળકીના ધબકારા બંધ થઈ ગયા હતા.

આ પછી એકઠા થયેલા લોકોએ 108ની ટીમને તાત્કાલિક સંપર્ક કરી ઘટનાસ્થળની જાણ કરી હતી. 108ના તબીબ દ્વારા માઉથ ટૂ માઉથ ઓક્સિજન આપવાનું શરૂ કરાયું હતું અને બાળકીને તાત્કાલિક પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. સદનસીબે તેમજ 108ની મદદથી અને તબીબોની મહેનત લઈને બાળકીનો જીવ તો બચી ગયો હતો પણ બાળકી કોમામાં સરી પડી હતી.

હાલ બાળકીની હાલત કફોડી બની છે. બાળકી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. પોતાના બાળકોને મોબાઈલ આપતા માતા-પિતાને ભારે પડયું હતું. માતા-પિતા બાળકોને રમવા મોબાઈલ આપતા હોય છે અને બાળકો આ મોબાઇલમાં એટલા તલ્લીન થઈ જાય છે કે તેઓને કોઇપણ પ્રકારનો કોઈ ખ્યાલ રહેતો નથી. તેથી આ ઘટનાથી દરેક માતા-પિતાએ જાગૃત થવું જોઈએ. જેથી વધુ આવી કોઈ ઘટના ન બને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *