Surat AAP Corporater Join BJP: જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીનો સાવરણો તૂટી રહ્યો છે અને સળીયો વિખેરાઈ રહી છે. ત્યારે ગઈકાલે 21મી એપ્રિલે સુરતમાં આમ આદમી પાર્ટી (AAP)ના વધુ બે કોર્પોરેટર કનુ ગેડિયા અને અલ્પેશ પટેલ ભાજપ (BJP)માં જોડાઈ ગયા છે. AAP એ ગુજરાતમાં સુરતથી પગપેસારો કર્યો હતો અને વિધાનસભા ચુંટણીમાં 5 ધારાસભ્યો જીત્યા હતા.
કનુ ગેડિયાએ અમ આદમી પાર્ટીના પાયા હલાવી નાખ્યા:
સુરતમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર જીત મેળવીને બીજા નંબરની મોટી પાર્ટી બની હતી અને કોર્પોરેશનમાં વિપક્ષનું સ્થાન મળ્યું હતું. જો કે, હવે આ સંખ્યાબળ ધીમે ધીમે ઘટી રહ્યું છે. જેમાં મૂળ કડિયા કુંભાર જ્ઞાતિમાંથી આવતા કનુ ગેડિયાએ અમ આદમી પાર્ટીના પાયા હલાવી નાખ્યા છે. કથિત રીતે AAP ના કોર્પોરેટરોને ભાજપમાં લઈ જવાનું ઓપરેશન કનુ ગેડિયા દ્વારા જ પાર પાડવામાં આવ્યું છે.
કેવી રીતે ભાજપમાં જોડાવાનું બ્રહ્મજ્ઞાન થયું?
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કનુ ગેડિયાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા ની સાથે કહ્યું હતું કે, સીમાડાની સુરક્ષા અને સંસ્કૃતિની રક્ષા માટે બીજેપીમાં જોડાયો છે. જે અંગેનું બ્રહ્મજ્ઞાન 15 થી 20 દિવસ પહેલા તેમનું બાળક શાળાના એન્યુઅલ ફંકશનમાં જય શ્રી રામના નારા સાથે ડાન્સ કરી રહ્યું હતું. આમ આદમી પાર્ટીમાં જોડાયો એ પહેલા પોતે લુખેશ હતો અને એક કરોડ લઈને ભાજપમાં જોડાયા હોવાની વાત અફવા છે તેવું તેમણે કહ્યું હતું.
ઓપરેશન ડિમોલેશન: કનુ ગેડીયા
વધુમાં કનુ ગેડીયાએ જણાવતા કહ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી આમ આદમી પાર્ટીમાંથી કોર્પોરેટર ને ભાજપમાં લાવવા માટેનું એક ઓપરેશન કરી રહ્યો હતો. છેલ્લા બે મહિનાથી આ ઓપરેશન ચાલી રહ્યું છે અને તેનું નામ ઓપરેશન ડિમોલેશન આપવામાં આવ્યું છે. ત્યારે આરટીએ જે વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો તે જ કનુ ગેડિયા આમ આદમી પાર્ટીનું વિસ્તરણનું માધ્યમ બની ગયો છે.
મહત્વનું છે કે, સુરતમાંથી ઉભરી સમગ્ર ગુજરાતમાં પગ પેસારો કરેલી આમ આદમી પાર્ટી હવે સુરતમાંથી જ ધીમે ધીમે તૂટી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.