દિલ્હી(Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યની સરકારી શાળાઓમાં ભણતા બાળકો માટે મોટી જાહેરાત કરી છે. તેમણે માહિતી આપી હતી કે દિલ્હી સરકાર(Delhi Govt) અંગ્રેજીમાં નબળા અને નબળી વાતચીત કૌશલ્ય ધરાવતા વિદ્યાર્થીઓ માટે સ્પોકન ઇંગ્લિશ(Spoken English) કોર્સ શરૂ કરી રહી છે.
શિક્ષિત રાષ્ટ્ર, સમર્થ રાષ્ટ્ર
દિલ્હી સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે એક નવી પહેલ!
આજના આધુનિક સમયમાં દિલ્હીના વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય તકો માટે કેજરીવાલ સરકાર દ્વારા ‘સ્પોકન ઇંગ્લિશ’ના કોર્સ સંપૂર્ણ નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. pic.twitter.com/fuQiKzEUSi
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) July 23, 2022
મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે અમે નથી ઈચ્છતા કે સરકારી શાળાના બાળકો અંગ્રેજી બોલવામાં પાછળ રહે. તેમણે કહ્યું કે આગામી એક વર્ષમાં પ્રથમ તબક્કામાં અમે 50 કેન્દ્રોમાં એક લાખ વિદ્યાર્થીઓને સ્પોકન ઈંગ્લીશમાં તાલીમ આપીશું, જેને પછીથી વિસ્તારવામાં આવશે. તે દિલ્હી સ્કિલ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવશે.
દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે, તે આંતરરાષ્ટ્રીય ધોરણનો કોર્સ હશે. “અમે મેકમિલન અને વર્ડ્સવર્થ સાથે જોડાણ કર્યું છે અને કેમ્બ્રિજ યુનિવર્સિટી મૂલ્યાંકનનો હવાલો સંભાળશે,”. તેમણે કહ્યું કે, આ અંગ્રેજી બોલવાનો કોર્સ 3-4 મહિનાનો હશે, જેમાં 18-35 વર્ષની વયજૂથના યુવાનો પ્રવેશ લઈ શકશે. જો આવા બાળક જોબ કે પાર્ટ ટાઈમ જોબ કરતા હોય તો તેમના માટે સપ્તાહના અંતમાં અને સાંજના સમયના કોર્સની વ્યવસ્થા કરવામાં આવશે.
કેજરીવાલે એમ પણ કહ્યું કે, ‘બાળકો પાસેથી અંગ્રેજી શીખવા માટે કોઈ ફી લેવામાં આવશે નહીં, તે ફ્રી કોર્સ હશે, પરંતુ શરૂઆતમાં 950 રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ તરીકે લેવામાં આવશે, જેથી એવું ન થાય કે એડમિશન પછી તેઓ આ કોર્ષને ગંભીરતાથી ના લે.’ તેમણે કહ્યું કે કોર્સ પૂરો થયા પછી તમામ વિદ્યાર્થીઓને રૂ. 950 પાછા આપવામાં આવશે. આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ સીટ બગડે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.