ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના નેતા તથા કાર્યકર્તા ફ્રી વીજળી આંદોલન ને નિરંતર ગુજરાતમાં ઠેર ઠેર પહોંચાડી રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આ પહેલ ગુજરાતના લોકોને મોંઘી વીજળીથી હંમેશા માટે છુટકારો અપાવશે તે તો આવનારો સમય બતાવશે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, 27 વર્ષથી સતત ભાજપ(BJP) સરકાર જે ગુજરાતની જનતાની આંખોમાં ધૂળ જોંખીને વીજળીના ભાવ વધારી રહી છે તે બાબતે ગુજરાતની જનતા ને માહિતીગાર કરવા આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તા વીજળી આંદોલન પાછલા દસ દિવસથી ગુજરાતમાં ચલાવી રહ્યા છે.
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ ફ્રી વીજળી આંદોલન હેઠળ ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે રેલીનું આયોજન કરીને હજારો લોકોનો જનસંપર્ક કર્યો. તેમને વીજળી કૌભાંડ વિરુદ્ધ જાગૃત કર્યા. આમ આદમી પાર્ટી વતી ઈસુદાન ગઢવીએ વિશ્વાસ અપાવ્યો કે ફ્રી વીજળી ગુજરાતની જનતાનો મૂળભૂત અધિકાર છે અને તેના માટે આમ આદમી પાર્ટી એ જે કોઈ પગલાં ભરવાની ફરજ પડશે તે આમ આદમી પાર્ટી લોકકલ્યાણ માટે ઉત્સાહ ભેર ભરશે.
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સુરત જિલ્લાના કતારગામ ખાતે, ફ્રી વીજળી આંદોલન અંતગૅત પદયાત્રા કરીને હજારો લોકો સાથે જનસંપર્ક કર્યો. વીજળી અંગેના તમામ મુદ્દાઓ માટે લોકોને માહિતીગાર કર્યા. દિલ્હીની જેમ ગુજરાતમાં પણ ફ્રી વીજળી શક્ય છે તે માટે ગુજરાતની જનતાને જાગૃત કર્યા. આમ આદમી પાર્ટી હંમેશા ગુજરાતની જનતાનું કલ્યાણ ઈચ્છે છે તે ભરોસાની લહેર સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વીજળી આંદોલન આગળ વધાર્યું.
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ખજાનચી કૈલાશદાન ગઢવીએ અમદાવાદ જિલ્લાના રાણીપ ખાતે ફ્રી વીજળી આંદોલનની લહેર ને આગળ વધારતા હજારો લોકો સાથે જનસંપર્ક કર્યો. તેની સાથે જ જૂનાગઢ, જામનગર, વડોદરા, ભરૂચ, ભાવનગર અને રાજકોટની સાથે બીજા ઘણા શહેરોમાં પદયાત્રા, મશાલ યાત્રા, ટોર્ચ યાત્રા અને સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્રી વીજળી આંદોલનમાં ગુજરાતની જનતા તરફથી આમ આદમી પાર્ટી ને અદભુત પ્રેમ અને સમર્થન મળી રહ્યું છે. આમ આદમી પાર્ટી સાથે ગુજરાતની જનતાનો આ ઉત્સાહ ગુજરાતમાં પરિવર્તન જરૂર લાવશે.
આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, જેમ દિલ્હીમાં બીજા રાજ્ય પાસેથી વીજળી ખરીદીને પણ જનતાને 200 યુનિટ સુધી વીજળી ફ્રી મળી શકે છે તો ગુજરાતમાં પોતાનું જ વીજ ઉત્પાદન હોવા છતાં વીજળી ફ્રી કેમ નહિ? કેમકે, ભ્રષ્ટ ભાજપ સરકારની નિયતમાં જ ખોટ છે. ભાજપ સરકાર ક્યારેય ઇચ્છતી જ નથી કે જનતાની સુખ-સુવિધા માટે કોઈ પણ ક્ષેત્રમાં પગલાં ભરવામાં આવે. જો ભાજપ સરકાર સાચ્ચે જ વીજળી ના ભાવ ઓછા કરવા માંગતી હોય, જનતાનું ભલું કરવા ઇચ્છતી હોય, તો 27 વર્ષ નું મોડું ના થાય! જનતાનું ભલું કરવા વાળા માટે તો અરવિંદ કેજરીવાલ જેવા 7 વર્ષ પણ ઘણા હોય છે. જે શિક્ષા, સ્વાસ્થ્ય, વીજળી થી લઈને સુશાન સુધી દરેક ક્ષેત્રમાં બદલાવ લાવે.
આમ આદમી પાર્ટી દ્વારા લોકોના ઘર-ઘર સુધી ફ્રી વીજળીને લઈને લોકો સુધી સંદેશો પહોચાડવામાં આવી રહ્યો છે. ત્યારે આ દરમિયાન લોકો કહી રહ્યા છે કે, ભાજપની નિયતમાં ખોટ છે તેથી ગુજરાતીઓ મોંઘી વીજળીથી પીસાઈ રહ્યા છે. ભાજપ સરકાર ક્યારેય ઇચ્છતી જ નથી કે, ગુજરાતીઓને ફ્રીમાં વીજળી મળે.
આમ આદમી પાર્ટીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું છે કે, ભાજપ અને ખાનગી કંપનીઓની મિલીભગતનો પર્દાફાશ હવે ગુજરાતની જનતા સમક્ષ થઇ ચુક્યો છે. આમ આદમી પાર્ટીના વીજળી આંદોલનના કારણે ગુજરાતની જનતા જાણી ગઈ છે કે ભ્રષ્ટ ભાજપ એ ગુજરાતના લોકો સાથે કેવું કપટ કર્યું છે. વીજળી આંદોલનમાં ગુજરાતની જનતા તરફથી જે પ્રેમ મળી રહ્યો છે તેની આમ આદમી પાર્ટી સરાહના કરે છે. આમ આદમી પાર્ટી આવી જ રીતે ગુજરાતની જનતાના લાભ માટે અવાજ ઉઠાવતી હતી અને ઉઠાવતી રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.