સુરત(Surat): શહેરના વરાછા(Varachha)માં ધારુકા કોલેજ(Dharuka College) કેમ્પસમાં આવેલી આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજ(Atmanand Saraswati Science College)ને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે. કોલેજના બોયઝ ટોયલેટ(Boys toilet)માં CCTV કેમેરા લગાવવામાં આવતા વિધાર્થી સંગઠન ABVP દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ABVPના કાર્યકરોએ જણાવ્યું છે કે, જો CCTV 48 કલાકની અંદર દૂર નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. આ અંગે ABVP દ્વારા કોલેજના સત્તાધીશોને આવેદનપત્ર પાઠવી રજૂઆત પણ કરવામાં આવી છે.
પરંતુ વિશ્વસનીય સૂત્રોના માધ્યમથી જાણવા મળ્યા મુજબ જો વાત કરવામાં આવે તો વરાછાના કેટલાક શોપિંગ સેન્ટરમાંથી ડ્રગ્સ લીધા હોવાના ઇન્જેક્શન મળી આવતા સફાળા જાગેલા કોલેજ તંત્રએ પોતાને ત્યાં પણ ચેકિંગ કરતા આવા ઇન્જેક્શન મળી આવ્યા હોવાની વાત સામે આવી છે. જેને કારણે વિદ્યાર્થીઓની સુરક્ષાના પગલે વરાછાની ધારુકા કોલેજ કેમ્પસમાં આવેલી સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજના બોયઝ ટોયલેટમાં સીસીટીવી મૂકવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે. જોકે આ બાબતે કોલેજ પ્રશાસન દ્વારા હજી સુધી કોઈ નિવેદન આપવાનું ટાળ્યું છે.
View this post on Instagram
અત્રે ઉલ્લેખનીય છે કે, ધારુકા કોલેજના બોયઝ હોસ્ટેલમાં CCTV લગાવવામાં આવતા ABVP દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ABVPના કાર્યકરો કોલેજના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અટકી છે તે સમયસર નથી મળી રહી, તેની રજૂઆત કરવા માટે તેઓ કોલેજ પહોંચ્યા હતા. ત્યારે કોલેજના બોયઝ હોસ્ટેલમાં તેમણે આ CCTV જોયા હતા અને કહ્યું હતું કે, બોયઝ હોસ્ટેલમાં CCTV લગાવાની કોલેજની આ કામગીરીને અમે સખત શબ્દોમાં વખોડી છીએ અને સાથે આ ખૂબ જ નિંદનીય ઘટના ગણાવી હતી. જેને લઇ ABVP દ્વારા કોલેજ પ્રશાસનને વિદ્યાર્થીઓની સ્કોલરશીપના મુદ્દા ઉપરાંત બોયઝ હોસ્ટેલમાંથી CCTV તાત્કાલિક પણે દૂર કરવા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
વિશ્વાસુ સુત્રોના જણાવ્યા અનુસાર, વરાછા અને સુરતના વિવિધ વિસ્તારોમાં આવેલા કોમર્શિયલ બિલ્ડીંગોમાંથી ડ્રગ્સ લીધા હોવાના ઇન્જેક્શન મળી આવ્યા હતા. ત્યારે હવે આ અંગે ધ્યાન રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષાના પગલે વરાછાની ધારુકા કોલેજ કેમ્પસમાં આવેલી સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજના બોયઝ ટોયલેટમાં સીસીટીવી મૂકવામાં આવ્યા હોવાની વાત સુત્રો પાસેથી જાણવા મળી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા છાત્ર યુવા સંઘર્ષ સમિતિ છેલ્લા બે મહિનાથી વરાછા અને સુરતના વિવિધ વિસ્તારોમાં આવેલા કોમર્શિયલ બિલ્ડીંગો માં રિસર્ચ કરતી હતી અને તેમના ટોયલેટ માંથી આવી રીતે આવા ઇન્જેક્શન મળી આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.