ધંધુકા(ગુજરાત): આજકાલ વધી રહેલી અકસ્માત(Accident)ની ઘટનાઓ દરમિયાન ફરીવાર એક ભયંકરની ઘટના સામે આવી છે. જેમાં જુનાગઢ(Junagadh)થી કાકા ભત્રીજો એક્સયુવી કાર લઈને મધ્યપ્રદેશ(Madhya Pradesh) મજુરનું નક્કી કરીને પરત જુનાગઢ જતા રસ્તામાં ધંધુકા(Dhandhuka) રાણપુર રોડ(Ranpur Road) ઉપર ગુંજાર ગામ(Gunjar village) નજીક કૃપા પેટ્રોલપંપ પાસે કારનું ડાબી બાજુનું ટાયર ચાલુ કારે જ નીકળી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકને ગંભીર ઇજાઓ પહોચતા ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું તેમજ એકને સામાન્ય ઇજા પહોચી હતી.
જાણવા મળ્યું છે કે, જુનાગઢનાં રહેવાસી ઇરફાનભાઇ ઇબ્રાહીમભાઇ હાલા અને જાવેદભાઈ ગુલામહુસેન મહીડા બંને કાકો ભત્રીજો જુનાગઢથી એક્સયુવી કાર લઇને મધ્યપ્રદેશ મજુરનું નક્કી કરવા ગયા હતા. બાદમાં મધ્યપ્રદેશથી બંને કાકો ભત્રીજો મજુરનું નક્કી કરીને તા.29નાં રોજ પરત જુનાગઢ આવી રહ્યા હતા. આ દરમિયાન, બપોરનાં 1:30 વાગ્યે ધંધુકા રાણપુર રોડ ઉપર ગુંજાર ગામ પાસે આવેલ કૃપા પેટ્રોલ પંપ પાસે ફોરવ્હીલ કારનું ડાબી બાજુનું આગળનું ટાયર અચાનક જ નીકળી ગયું હતું અને ગમખ્વાર અકસ્માત થયો હતો. અને કારનાં કુચ્ચેકુચ્ચા નીકળી ગયા હતા.
આ અકસ્માતમાં કાર ચાલક જાવેદભાઈ ગુલામહુસેન મહીડાને ગંભીર ઇજાઓ પહોચતા ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે કારમાં સવાર ઇરફાનભાઇ ઇબ્રાહીમભાઇ હાલાને ઇજા પહોચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા ધંધુકા આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ધંધુકા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, આ ઘટનાની તપાસ હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ પલાણીયા ચલાવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.