ગુજરાત: રાજકોટ (Rajkot) શહેર (City) માં બુટલેગરો બેફામ બની રહ્યા છે ત્યારે આવા સમયે રાજ્યમાંથી ઘણીવાર દારૂની હેરાફેરી માટે અવનવા નુસ્ખા અપનાવી રહ્યા હોય એવા સમાચાર સામે આવતા હોય છે. રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચ (CBI) દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે કે, જે પોતે પ્લાસ્ટિકના કેરબામાં નીચે ભાગ તોડીને એમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ-અલગ બ્રાન્ડની 48 નંગ જેટલી વિદેશી દારુ બોટલ મળી આવતા કુલ રૂ.24,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે. આની સાથોસાથ જ હાલમાં આ અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ક્રાઇમ બ્રાન્ચે બુટલેગરના ઘરે દરોડો પાડ્યો:
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ PI વિરલ ગઢવી જણાવે છે કે, ગઇકાલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ ચોક્કસ બાતમીને આધારે સંતકબીર રોડ પરની ભગીરથ સોસાયટી શેરી નંબર 10 માં પહોંચીને બુટલેગરના ઘરમાં પહોંચી દરોડો પાડ્યો હતો કે, જ્યાંથી પોલીસને વિવિધ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની 48 નંગ બોટલ મળી આવી હતી.
આની સાથે જ પોલીસ દ્વારા આરોપી વિનય ઉર્ફે ભુરો ડાભીના રહેણાંક મકાનમાંથી દારૂની 48 નંગ બોટલ કબજે કરીને કુલ 24,000 રુપીયાનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તાય્રે હવે આગળ શું થાય આ કેસમાં એ જોવું જ રહ્યું!
કેરબાની નીચેના ભાગે બોટલ કાઢી દારૂ છુપાવતો હતો:
પોલીસ તપાસમાં આરોપી વિનય ઉર્ફે ભુરો દારૂની હેરાફેરી કરવા પ્રવાહી ભરવા વપરાતા પ્લાસ્ટિકના કેરબાનો ઉપયોગ કરી રહ્યો હતો. પોલીસ પકડથી દૂર રહેવા આરોપી કેરબાની નીચેના ભાગમાં બોટલ કાઢીને મૂકી શકાય તેટલો ભાગ તોડીને એમાં બોટલ ભરીને દારૂની હેરાફેરી કરી રહ્યો હતો. આરોપી વિનય ઉર્ફે ભુરો રાજકોટ, ચોટીલા તથા સાયલામાં પ્રોહીબિશનના ગુનામાં પોલીસનાં ચોપડે ચડી ચુક્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.