રાજ્યના સુરત શહેરમાંથી એક એવાં સમાચાર સામે આવ્યા છે કે, જેને જાણીને તમને પણ દંગ રહી જશો. શહેરમાં ચેન સ્નેચિંગ કરતો ટીવી સિરિયલ એક્ટર તેમજ બિલ્ડર પકડાઈ જતાં પોલીસ પણ ચોંકી ઊઠી છે. રાંદેર પોલીસે પકડી પાડેલ ટીવી એક્ટર મીરાજ કાપડી તથા બિલ્ડર વૈભવ જાદવ ક્રિકેટના સટ્ટામાં દેવાદાર બની જતા ચેઈન સ્નેચિંગના રવાડે ચડ્યા હોવાનું સામે આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, આરોપી મીરાજ નામાંકિત હિન્દી સિરિયલમાં રોલ કરી ચુક્યો છે ત્યારે એનો મિત્ર વૈભવ રાજકોટમાં બિલ્ડીંગ કન્ટ્રક્શનના કામની સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. શહેરની આ ઘટનાથી રાંદેર પોલીસ પણ ચોંકી ઊઠી હતી.
સુરત રાંદેર મોરાભાગળ રસ્તા પાસે આવતા પોલીસને બાતમી હકીકતના આધારે સુરત રાંદેર ભેંસાણ ચાર રસ્તા રોડ પાસેથી પોકેટ-કોપ મોબાઈલની મદદથી રોડ પરથી પસાર થતાં શંકાસ્પદ વાહનોને ચેક કરતા હતા. એ વખતે થોડીવારમાં ઈચ્છાપોર હાઈવે તરફથી મળેલી બાતમી પ્રમાણે બે ઈસમો એક બાઈક પર આવતા જણાતા, તેને આડસ ઊભી કરી ચારેબાજુએથી કોર્ડન કરી પકડી પાડ્યા હતા. ચોરેલી બાઈક પર આવેલા બન્ને ઈસમો પાસેથી તૂટેલી સોનાની ચેઈન નંગ-3 તથા અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ-2 અને એક સ્પ્લેન્ડર બાઈક મળી કુલ 2,54,500ની મતાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે અલગ અલગ પો. સ્ટેના અનડિટેકટ ગુનાઓ ડિટેકટ કરવામાં આવ્યા છે.
2.54 લાખનો મુદ્દામાલ પણ કર્યો કબ્જે:
પોલીસ જણાવે છે કે, બન્ને મેચના સટ્ટા બેટિંગમાં રૂપિયા હારી જતા ચેન સ્નેચિંગના રવાડે ચડ્યા હોવાનું સામે આવ્યું છે. બંને આરોપી પાસે ચેઇન, મોબાઈલ, બાઈક સહિત રોકડ રકમ મળીને કુલ 2.54 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કરી લેવામાં આવ્યો છે.
સુરત પોલીસ દ્વારા બન્ને આરોપીઓની પૂછપરછ કર્યાં પછી સમગ્ર રાજ્યના 12 જેટલા ગુનાનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે. બંને આરોપી ગ્રેજ્યુએટ તથા એક કેમેસ્ટ્રીમાં BSC સુધીનો અભ્યાસ કર્યો હોવાનું તેમજ ટીવી એક્ટર મીરાજ B.COM સુધી અભ્યાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. રાંદેર પોલીસ દ્વારા બંનેની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.