જન્મદિન વિશેષ: રાકેશ રોશન આ કારણે પોતાની ફિલ્મોના નામ ‘ક’ પરથી જ રાખે છે- રહસ્ય જાણીને ચોંકી ઉઠશો

હિન્દી સિનેમાના ખુબ જાણીતા અભિનેતા, નિર્માતા-નિર્દેશક રાકેશ રોશનનો જન્મ 6 સપ્ટેમ્બર વર્ષ 1949માં મુંબઈમાં થયો હતો. તેમણે બોલીવૂડને કેટલીય સુપર હિટ ફિલ્મો આપી છે. જેથી લોકો એમને ઓળખતા થઈ ગયા છે. ક્યારેક કહાની લખવી, તો ક્યારેક અભિનય કરવો તો ક્યારેક નિર્દેશન કરવું તો ક્યારેક એમ બધા કામ કરવા માટે રાકેશ રોશને મોટા પડદા પર પોતાની અલગ છાપ ઉભી કરી છે.

આની સાથે જ આપને જણાવી દઈએ કે, તેઓ બોલીવૂડના સંગીત નિર્દેશક રોશનના દીકરા છે. રાકેશ રોશને 70ના દાયકાથી લઈને 80ના દાયકા સુધી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેઓએ અંદાજે 84 ફિલ્મોમાં અભિનય કર્યો છે. રાકેશ રોશને બોલીવૂડ  ફિલ્મ જગતમાં પોતાની ફિલ્મી કરિયરની શરુઆત વર્ષ 1970ની ફિલ્મ ‘કહાની ઘર ઘર કી’ થી કરી હતી.

આ ફિલ્મમાં તેમનો અભિનય દર્શકોને ખુબ જ પસંદ આવ્યો હતો. ત્યારપછી રાકેશ રોશન પરાયા ધન, જખ્મી, ખાનદાન, હારી વહૂ અલ્કા, મહાગુરુ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. રાકેશ રોશને ફિલ્મોમાં પોઝિટિવ તથા નેગેટિવ એમ બંને પ્રકારના પાત્રો ભજવીને દર્શકોનું દીલ જીતી લીધું હતું.

રાકેશ રોશને વર્ષ 1980માં પોતાનું પ્રોડક્શન હાઉસની શરૂઆત કરી હતી. આ પ્રોડક્શન હાઉસ હેઠળ તેમણે ફિલ્મક્રાફ્ટ તથા ફિલ્મ ‘આપ કી દીવાની’ બનાવી હતી. જ્યારે ફિલ્મ ‘ખુદગર્જ’ની સાથે રાકેશ રોશને નિર્દેશન ક્ષેત્રમાં પગ મુક્યો હતો.

આની ઉપરાંત તેમણે કિશન કન્હૈયા, કરણ અર્જૂન જેવી ફિલ્મો પણ બનાવી હતી. વર્ષ 2000 માં રાકેશ રોશને પોતાના પુત્ર ઋતિક રોશનને લોન્ચ કરવાનો નિર્ણય લીધો હતો. તેમની ફિલ્મ ‘કહોના પ્યાર હે’ થી બોલીવૂડમાં ઋતિક રોશને પોતાની ફિલ્મી સફરની શરૂઆત કરી હતી.

આ ફિલ્મ ખુબ જ સુપરહિટ સાબિત થઈ હતી. પિતા-પુત્રની આ જોડી બોક્સ ઓફિસ પર ખુબ જ છવાયેલી રહી હતી. ત્યારપછી રાકેશ રોશને પોતાના દીકરા ઋતિક રોશન માટે કોઈ મિલ ગયા, ક્રિષ જેવી ફિલ્મો બનાવી હતી કે, જે બ્લોકબાસ્ટર ફિલ્મો સાબિત થઈ હતી.

રાકેશ તથા ઋતિક રોશનની આ ફિલ્મોએ ફક્ત બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી એના ઉપરાંત એવોર્ડ પણ જીત્યાં હતા. એવું માનવામાં આવે છે કે, રાકેશ રોશન પોતાની બધી ફિલ્મોનું ક નામ રાખે છે જે ફિલ્મ માટે શુભ માને છે. આવું તે અંક જ્યોતિષને લીધે કરે છે. ભવિષ્યમાં પણ રાકેશ રોશન પોતાની ફિલ્મોમાં પોતાના પુત્ર તેમજ ક અક્ષરને જગ્યા આપતા દેખાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *