હાલમાં પણ દેશના ઘણા એવા સમાજ છે કે જ્યાં હજુ પણ દહેજની પ્રથા ચાલી રહી છે. અમે તમને જણાવી દઈએ કે આ પ્રથા વર્ષો પહેલા બંધ કરવામાં આવી હતી. સાથે સાથે ભારતીય બંધારણ મુજબ દહેજ લેવી અને બીજાને આપવી એક પ્રકારનો ગુનો ગણાય છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે. હાલમાં પણ આ પ્રકારના ઘણા કીસાઓ સામે આવી રહ્યા છે.
અમે તમને જણાવી દઈએ કે આજે પણ ઘણા પરિવારોમાં દહેજની માંગ થઇ રહી છે. જેમાં ઘણી મહિલાઓ દહેજને લઈને માનસિક અને શારીરિક ત્રાસ સહન કરી રહી છે.ત્યારે હાલમાં જ દહેજને લઈને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે હાલમાં દહેજને લઈને ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. પરંતુ હાલમાં જે ઘટના સામે આવી છે તે ખુબ જ અલગ તરી આવે એવી છે.
મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના ગુરદાસપુરના એક વિસ્તારની છે. જ્યાં આજથી અંદાજે 8 મહિના પહેલા લગ્ન કર્યા બાદ એક મહિલા તેના સસરાના ઘરે આવી હતી. જયારે સાસુ-સસરાના ઘરે આવેલી મહિલાને પોતાના પરિવાર તરફથી ખુબ જ પ્રેમ મળ્યો હતો. પરંતુ થોડાક જ સમય બાદ સાસરીયાઓએ દહેજ માટે યુવતી ઉપર પ્રેશર કરવામાં આવ્યું હતું.
ગુરદાસપુર ગામના સરપંચ એવું જણાવી રહ્યા છે, આ યુવતીના લગ્ન અંદાજે વર્ષ 2017 માં થયા હતા. લગ્ન સમયે યુવતીના પિતાએ તેમની પરિસ્થિતિ મુજબ છોકરાઓને દહેજ આપ્યું હતું. દહેજ લીધા બાદ છોકરાઓ તે સમયે લગ્ન કરવા માટે પણ તૈયાર થઇ ગયા હતા. લગ્ન પણ ધામ ધૂમથી થયા હતા. પરંતુ લગ્નના થોડા સમય બાદ સાસરિયાઓએ ફરી એકવાર દહેજ માટેની માંગ કરી હતી.
મળતી માહિતી અનુસાર એવું પણ જાણવા મળ્યું છે કે, યુવતીનો પતિ બે દિવસ પહેલા તેમના ઘરે આવ્યો હતો. ઘરે આવ્યા બાદ પતિનો પત્ની સાથે ઝઘડો થયો હતો. પરંતુ બીજા જ દિવસે તેમની પુત્રીએ તેમને બોલાવ્યો અને કહ્યું કે તેમના સાસરીયા વાળા તેમને માર મારતા હતા અને મારી નાખવાની ધમકી આપી હતી.
જયારે મહિલાના પતિએ આ પ્રકારની જાણ કરી ત્યારે યુવતીના પિતા ઝડપથી દીકરીના ઘરે આવી પહોચ્યા હતા.પરંતુ જયારે તેમના પિતા મહિલાના ઘરે આવ્યા ત્યારે જે જોયું તે ખુબ જ દુઃખદ હતું. મહિલાના પિતા એવું જણાવી રહ્યા છે કે જયારે તે સાસરીયાના ઘરે ગયા ત્યારે તેમની પુત્રીની લાશ જોવા મળી હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને આધારે પોલીસ તપાસ ચાલી રહી છે અને સાસરિયાઓ વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.