હાલમાં કોરોનાં વાઈરસના કારણે શાળા-કોલેજ બંધ છે. જેના કારણે પરીક્ષા પણ મુલતવી રાખવામાં આવી હતી. ત્યારે ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે સવારે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતુ કે, આવતીકાલથી GTUની પરીક્ષા શરૂ થશે. તમામ યુનિવર્સિટીની રાબેતા મુજબ પરીક્ષા લેવાશે.
આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં તમામ યુનિવસિર્ટીમાં અંતિમ વર્ષની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવાયો હતો. જે બાબતે વિદ્યાર્થીઓ એ રોષ વ્યક્ત કર્યો હતો અને આ બાબતે ત્રિશુલ ન્યુઝ સતત વિદ્યાર્થીઓની પડખે ઉભું રહ્યું હતું. સતત અહેવાલોને કારને હવે શીક્ષણમંત્રી એ પોતાનો નિર્ણય પલટાવ્યો છે.
કેન્દ્રના સચિવ દ્વારા આપાયેલી સુચનાનો હવાલો આપીને મંત્રી ચુડાસમા એ પરીક્ષાઓ મુલતવી રખાયેલ છે ની જાહેરાત કરી હતી.
બે કલાક અગાઉ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોનાના કપરાં કાળમાં આવતી કાલથી ગુજરાત ટેક્નોલોજીક યુનિવર્સિટીની પરીક્ષા યોજાવાની છે. GTU સહિતની પરીક્ષાઓ હવે ફરીવાર મુલતવી રખાઈ છે. આ બાબતે શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી છે.
રાજ્યમાં વાલીઓ સ્કુલ ફી માફીની માંગ કરી રહ્યા છે ત્યારે વાલીઓનો સ્કૂલ ફી માફી આંદોલન સંદર્ભે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે તેવી સંભાવના છે. આ મુદ્દે કોઈ નક્કર નિર્ણય લેવાય તેવી શક્યતા પણ સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે. આ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા મોટા નીતિવિષયક નિર્ણયો પણ લેવાઈ શકે છે. હાલમાં તો ગુજરાતના ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે.
ગુજરાત સરકાર કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા મક્કમ! વિદ્યાર્થીના જીવનની કોઈ કિંમત નથી?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news