યુવતીઓ માટે અમદાવાદનો લાલબત્તી સમાન કિસ્સો: કપડાની જેમ છોકરીઓ બદલતો અને જુદી-જુદી હોટલોમાં લઇ જઈને…

હાલમાં અમદાવાદમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે જેમાં અલગ અલગ યુવતીઓ સાથે રંગરેલિયા મનાવી પોતાની જાતને પ્લેબોય સમજતા એક યુવકને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મૂળ વડોદરા અને હાલમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય મહિલાને છ વર્ષ પહેલા ડિવોર્સ થયા હતા. ત્યારબાદ ગોમતીપુરમાં રહેતા 23 વર્ષીય યુવક સાથે છેલ્લાં 3 વર્ષથી પ્રેમસંબંધ હતો.

યુવક અવાર-નવાર લગ્નની લાલચ આપીને મહિલા સાથે જુદી-જુદી હોટલોમાં લઈ જઈને શરીર સુખ માણતો હતો. જોકે, આ યુવકના લગ્ન 10 દિવસ બાદ બીજી યુવતી સાથે થવાના હતા. પરંતુ, લગ્ન થાય તે પહેલા પ્રેમિકાએ આ જ પ્રેમીને ત્રીજી યુવતી સાથે મણીનગર રેલવે સ્ટેશન પાસેની એક હોટલમાં રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

જાણવા મળ્યું છે કે, આ યુવકનું નામ ફજલ ઉર્ફે આરીફખાન પઠાણ છે. આરોપી ફજલ માત્ર 7 ધોરણ ભણેલો છે. ફજલ યુવતીઓને મોજ શોખ માટેનું સાધન સમજીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરતો હતો. આ દરમિયાન અમદાવાદમાં કપડાંની જેમ યુવતીઓ બદલતા ફજલનો ભાંડો તેની જ પ્રેમિકાએ ફોડ્યો હતો. મણિનગર પોલીસ સામે ફઝલ નામના યુવકે કબુલાત કરી હતી કે, તે તેના 10 દિવસ બાદ અન્ય યુવતી સાથે લગ્ન કરવાનો હતો.

મળતી માહિતી મુજબ, મૂળ વડોદરા અને હાલમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય મહિલાને છ વર્ષ પહેલા ડિવોર્સ થયા હતા. ત્યારબાદ બન્ને વચ્ચે આંખ મળી જતા લગ્નની લાલચ આપીને ફજલે હોટલમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા.

આ દરમિયાન ફજલ પોતાની માયાજાળમાં ખુદ ફસાયો હતો. વડોદરાની યુવતીને જે હોટેલમાં લઈ ગયો હતો ત્યાં જ તેની પ્રેમિકાને લઈ જતા તેનો ભાંડો ફૂટ્યો હતો. આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે, ફજલે એક કરતા વધુ યુવતીઓ સાથે સંબંધ બાંધ્યા હતા. અને અલગ અલગ સમયે માદક દ્રવ્યોનો નશો કરીને જલસા કરવા ભારે પડ્યા હતા.

ફજલના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી યુવતી તેને આર્થિક મદદ કરતી હતી. ત્રણેક મહિનાથી ફજલ અન્ય યુવતીઓ સાથે સંબધ રાખતો હોવાની યુવતીને શંકા ગઈ હતી. જેથી તે તારીખ 15મેના રોજ અમદાવાદ આવી અને હોટલમાં રોકાઇ હતી. યુવતી હોટલમાં રોકાયા બાદ ફજલ વોશરુમ ગયો તે દરમિયાન યુવતીએ તેનો મોબાઇલ ચેક કર્યો હતો અને તેમાં અન્ય યુવતીઓ સાથેના બિભત્સ ફોટા મળી આવ્યા હતા.

ત્યારબાદ પ્રેમિકાએ ફજલને અન્ય યુવતી સાથે રિલેશન હોવાનું પૂછતા તેને કોઇ રિલેશન ન હોવાનું કહ્યુ હતું. ત્યારબાદ યુવતીને તે પણ ખબર પડી હતી કે, ફજલના થોડા દિવસ પછી લગ્ન થવાના છે. બે દિવસ પહેલા યુવતીએ ફજલને વીડિયો કોલ કર્યો ત્યારે જે હોટલમાં બંને રોકાયા હતા તે હોટલમાં ફજલ જોવા મળ્યો જેથી યુવતી વડોદરાથી અમદાવાદ આવી ગઈ અને ફઝલને રંગે હાથે ઝડપી પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *