ગુજરાતમાં 19 એપ્રિલના રોજ ચૂંટણી પ્રચાર દરમિયાન સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા સભા યોજવામાં આવી હતી. આ સભામાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ પ્રચાર કરવા માટે સ્ટેજ પર આવ્યા. હાર્દિક પટેલ સ્ટેજ પર ભાષણ આપી રહ્યો હતો ત્યારે જ એક યુવાને સ્ટેજ પર ચડીને હાર્દિકને થપ્પડ મારી. હુમલા અંગે કોંગ્રેસમાંથી છૂટા પડેલા અને હાર્દિકના મિત્ર એવા અલ્પેશ ઠાકોરે આ અંગે નિવેદન આપ્યું અને ૧૪ યુવાનોનાં મોતનો જવાબદાર હાર્દિક પટેલ ને જણાવ્યો.
અલ્પેશે જણાવ્યું કે આ ઘટના નિંદનીય છે. જોયું કે હુમલો કર્યો એને પણ અને ત્યાર બાદ યુવકને માર મારવામાં આવ્યો તેને પણ અલ્પેશ વખોડે છે. રાજનીતિનું સ્તર કઈ જગ્યાએ અને કેટલી હદ સુધી નીચે પડી ગયું છે તે આ બાબત જણાવે છે.
અલ્પેશ જણાવ્યું કે ,”આ એક નિમ્ન કક્ષાની રાજનીતિ થઇ રહી છે. તેને તટસ્થ તપાસ થવી જોઇએ. આંદોલન દરમિયાન હાર્દિક દ્વારા કરવામાં આવેલા ઉશ્કેરણીજનક નિવેદનો ના કારણે તેમના સમર્થકો ઉશ્કેરાયા અને હિંસા ફાટી નીકળી. આ હિંસામાં ૧૪ લોકોના મોત થયા તેનું હાર્દિકના દુઃખ હોવું જોઈએ.”
અલ્પેશ કહ્યું કે,”આંદોલન અમે પણ કર્યું હતું પરંતુ અમે કાયદાને હાથમાં લીધો ન હતો. અમારા આંદોલન દરમ્યાન એક પણ હિંસા નથી થઈ. આંદોલનકારી તરીકે લોકો આપણા વિચારો અને વર્તનને અનુસરતા હોય છે. તો હું એવું માનું છું કે ૧૪ લોકોના મોતની જવાબદારી આંદોલનકારી તરીકે હાર્દિક પટેલની ગણી શકાય છે.”