10 year old girl died of heart attack in Ankleshwar: ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાં હાર્ટ એટેક (Youth dies of heart attack in Surat)ને કારણે અનેક લોકોના મોતની સંખ્યામાં દિવસેને દિવસ સતત વધારો નોધાય રહ્યો છે. તેમાં ક્રિકેટ પ્લેયરોથી માંડીને અનેક સ્ટાર્સ અને આમ જનતાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો યુવાનોમાં સતત હાર્ટ એટેકના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. હાલ યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ભયજનક ઉછાળો આવ્યો છે.
કોઈ પણ પ્રકારની બિમારી ન હોય તેમ છતાં અનેક લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે કે જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ ઘટનમાં સ્થળે મૃત્યુના કિસ્સાઓ વધારો થઇ રહ્યો છે. ત્યારે હાર્ટ એટેકના કારણે મોતના વધુ એક બનાવ સામે આવ્યો છે. ગુજરાત રાજ્યના અંકલેશ્વરમાં હાર્ટ એટેક(heart attack in Ankleshwar)થી વધુ એક 10 વર્ષીય બાળકીનું મોત થયું છે.
અંકલેશ્વરમાં 10 વર્ષીય બાળકીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યાનું સામે આવ્યું છે. બાળકીને ગેસ્ટ્રોની અસર બાદ એટેક આવ્યો હોવાનું અનુમાન લગાવવાાં આવી રહ્યુ છે. આ બાળકીનું મોત કયા કારણોસર થયું છે તે અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણ થશે. મળતી માહિતી પ્રમાણે, બાળકી ધોરણ 4માં અભ્યાસ કરી રહી હતી. બાળકીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
અત્રે ઉલેખનીય છે કે, સુરતમાં વધુ એક આશાસ્પદ યુવકે હાર્ટ અટેકના કારણે જીવ ગુમાવ્યો છે. 27 વર્ષિય સંજય ચૌહાણનું હાર્ટ એટેકથી મોત થયું છે. સુરતના બમરોલીમાં વિસ્તામાં યુવક ગેરેજ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ઘરે બેઠો હતો ત્યારે અચાનક જ તેમની તબિયત લથડી હતી અને બાદ હાર્ટ અટેક આવતા તે ઘરમાં જ ઢળી પડ્યો હતો. પરિવારે તેમને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડ્યો હતો પરંતુ દુર્ભાગ્યવશ તેમનો જીવ ન હતો બચાવી શકાયો. તબીબે તેમને મૃત જાહેર કર્યો. સંજયના પરિવારમાં ત્રણ બહેનો અને એક ભાઇ અને માતા-પિતા છે. સંજયના અકાળે નિધનથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
આવી જ બીજી એક ઘટના સાબરકાંઠાના હિંમતનગર વિજાપુર હાઇવે પર એસટી બસ ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવતા બસ ખાડામાં ઉતરી ગઇ હતી. જો કે કોઇ જાનહાનિના સમાચાર નથી. એસટી બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા 108 ને જાણ કરી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડયા હતા. પાટણ લુણાવાડા રૂટની બસમાં આ ઘટના બની હતી. ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ અટેક આવતા બસ બેકાબૂ બની હતી અને બસ ખાડામાં ઉતરી ગઇ હતી જો કે સદભાગ્યે પેસેન્જર્સનો આબાદ બચાલ થયો હતો. પોલાજપુર પાટિયા થી વિજાપુર હાઇવે પર બસ ખાડામાં ઉતરી ગઇ હતી
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube