બોટાદમાં હીરાનાં ઉધોગની નામાંકિત દિવ્ય ડાઇમંડ કંપની આવેલી છે. આ કંપની નાં માલીક નરેશભાઇ કળથીયા દ્વારા અવારનવાર સમાજ સેવાના કાર્યો કરવા માં આવે છે. જેમ કે આ વર્ષે સમગ્ર રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીને લઈને ગરીબો ને ગરમ ધાબળા અને સાલ નું વિતરણ કરવામા આવ્યું છે.
તો આ સેવા નાં કાર્ય માં વિવેક કળથીયા, વિપુલ ગજજર, રણજીતભાઇ ધાધલ, ભરતભાઈ જાંબુકીયા, સદગુણ ભાઈ વગેરે મિત્રો દ્વારા ગરીબો અને રસ્તે રજળતા ગરીબો ને ઠંડી થી બચવા વિના મુલ્યે શાલ તથા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.તેમેને જાણે જન સેવા એ જ પ્રભુ સેવા સૂત્ર સાકાર કર્યું છે.
આ સેવાકાર્ય ઉપરાંત તેમણે બોટાદમાં પાણીના RO પ્લાન્ટ મૂકાવ્યા છે. વિધવા બહેનોને રસોડાનો સામાન પણ આપે છે. તેઓ દરેક વર્ષે આવા સમાજસેવાના કાર્યો કરી રહ્યા છે.
તેઓ સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું કે જનસેવા એ જ પ્રભુસેવા છે. માણસ માણસને કામમાં નહીં આવે તો બીજું કોણ કામમાં આવશે. ખરેખર તેમનું આ સેવા કાર્ય સરાહનીય છે. અને સમાજના અન્ય લોકો માટે પણ દીવાદાંડીરૂપ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.