સુરત(Surat): શહેરના અડાજણ(Adajan) વિસ્તારમાં ડાયમંડના વેપારીએ નોકરીની લાલચ આપી 24 વર્ષની પરિણીતાને ભેંસાણ રોડ પર ખેતરમાં લઈ જઈ કારની અંદર બેસાડીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટના અંગે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા અડાજણ પોલીસે(Adajan police) હીરાના વેપારીની ધરપકડ કર્યા પછી શનિવારના રોજ મોડીરાતે તેના ડ્રાઇવરની પણ ધરપકડ કરી છે.
અડાજણ પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, આરોપી હીરા વેપારી મનીષ રોયને ત્યાં 40 વર્ષનો પરેશ ભગુવનજી પ્રાગડા (રહે,સુખાઅનંદ રો હાઉસ, વેલંજા) છેલ્લાં 10 વર્ષથી ડ્રાઇવર તરીકે નોકરી કરી રહ્યો હતો.