21 જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવશે અરવિંદ કેજરીવાલ – ગુજરાતની જનતાને આપશે પહેલી ગેરંટી 

ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 21મી જુલાઈના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 21 જુલાઈએ અરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતાને પહેલી ગેરંટી આપશે. આ સાથે ગુજરાતમાં આગામી ચૂંટણીને લઈને ગુજરાત ના રાજ્ય સંગઠન સાથે સમીક્ષા બેઠક પણ કરશે.

આ કાર્યક્રમ માટે અરવિંદ કેજરીવાલ 20 જુલાઈએ રાત્રે 8:30 કલાકે સુરત એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ બીજા દિવસે 21મી જુલાઈના રોજ મીડિયા અને ગુજરાતની જનતાની સામે મોટી જાહેરાત કરશે. અને આ પછી અરવિંદ કેજરીવાલ સાંજે 4.30 કલાકે દિલ્હી જવા રવાના થશે.

અગાઉ અરવિંદ કેજરીવાલ અમદાવાદ આવ્યા હતા ત્યારે તેમણે વીજળીના મુદ્દે જનતા સાથે જનસંવાદ કર્યો હતો અને ગુજરાતની જનતા સમક્ષ દિલ્હી મોડલ રજૂ કર્યું હતું. જેમાં અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતા ના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા હતા અને ગુજરાતની જનતાએ પણ અરવિંદ કેજરીવાલના દિલ્હી મોડલના વખાણ કર્યા હતા અને ગુજરાતમાં પણ આવી જ વ્યવસ્થા હોવી જોઈએ તેમ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *