બનાસકાંઠાના ડીસા (Disa, Banaskantha) માં મેડિકલ જગતમાં ફરી એકવાર ભાગ્યે જ જોવા મળતી ઘટના સામે આવી છે. 50 વર્ષીય મહિલાના પિત્તાશયમાંથી ઓપરેશન કરીને માનવામાં ન આવે તેમ 765 જેટલી પથરીઓ કાઢવામાં આવી છે. ડીસા તાલુકામાં આવેલ ઝેરડા ગામમાં રહેતી 50 વર્ષીય મહિલાના પેટમાં છેલ્લાં ઘણા સમયથી સતત દુખાવો થતો હતો. ત્યારે મહિલાએ આ બાબતે પરકોઈ જ ધ્યાન ના આપતા 10 દિવસ અગાઉ તેને અસહ્ય દુખાવો ઉપાડયો હતો. જેથી તેમના પરિવારજનોએ મહિલાને તાત્કાલિક ડીસાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યાં હતા.
ડોકટર દ્વારા તપાસ કરતા તેના પિત્તાશયમાં પથરી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ડીસાના ડૉ. આનંદ પટેલે તેમના વધુ ટેસ્ટ કરાવી સારવાર શરૂ કરી હતી. આ મહિલાના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેઓએ આયુષ્માન કાર્ડ અંતર્ગત વિનામૂલ્યે સારવાર કરવાની પ્રોસેસ શરુ કરી હતી.
ડોકટર દ્વારા ઓપરેશન દરમિયાન મહિલાના પિત્તાસયમાંથી અસંખ્ય પથરીઓનો જથ્થો બહાર કાઢવામાં આવ્યો હતો. જયારે બહાર કાઢતા પથરીઓની ગણતરી કરવામાં આવી ત્યારે 765 જેટલી નાની મોટી પથરીઓ બહાર કાઢવામાં આવી હતી.
આ અંગે ડૉ.આનંદ પટેલે જણાવ્યું હતું કે, આવી ઘટના મેડિકલ લાઈનમાં ભાગ્ય જોવા મળતી હોય છે. સામાન્ય રીતે પિત્તાશયમાં ઇન્ફેક્શન અને લાંબા ગાળા સુધી તેનો ઈલાજ ન થતાં આવી ઘટના બનતી હોય છે. આ મહિલાના પિત્તાશયમાં પણ અસંખ્ય પથરીઓ હતી જેને દૂરબીન વડે ઓપરેશન કરી બહાર કાઢવામાં આવી છે.સામાન્ય રીતે પિત્તાશયમાં 10થી 20 જેટલી પથરીઓ નીકળતી હોય છે, પરંતુ આ ઘટનામાં 765 જેટલી પથરીઓ નીકળી તે ડોક્ટર માટે પણ ચેલેન્જ રૂપ ઘટના હતી. આવા દર્દીઓએ સમયસર સારવાર શરૂ કરાવી જોઈએ જેથી જલ્દીથી સારવાર કરી શકાય અને શરીરને વધુ નુકશાન થતા બચાવી શકાય તેવું ડોકટરે દરેક લોકોએ ધ્યાનમાં લેવા જેવી વાત કહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.