ગુજરાત(Gujarat): આપણે સૌ જાણીએ છીએ કે, હાલ લીંબુ(Lemon), તેલ અને પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવ આસમાને પહોંચી ગયા છે. વધતા જતા ભાવને કારણે લોકોના બજેટ પણ ખોરવાય ગયા છે. ત્યારે રાજકોટ(Rajkot) શહેરમાં આયોજિત એક લગ્નપ્રસંગ(Wedding) દરમિયાન વરવધૂને તેના મિત્રો દ્વારા લીંબુનો હાર, તેલનો ડબ્બો ગિફ્ટમાં આપવામાં આવ્યો હતો અને જણાવતા કહ્યું હતું કે, આ સૌથી મોંઘી ભેટ છે.
આ અંગે વધુ માહિતી આપતા રાકેશભાઈ હિરાણીએ જણાવતા કહ્યું હતું કે, તેના મિત્ર જિતેન વારાના લગ્ન રવિવારના રોજ થયા હતા. હાલ જે રીતે ચીજવસ્તુના ભાવમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આ એક પ્રકારની સૌથી મોંઘી ભેટ કહી શકાય. આ ગિફટ જોઈને વરરાજા જીતેન વારા અને કન્યા રક્ષા લાડવાએ જણાવતા કહ્યું હતું કે, આ સૌથી મોટી અને યાદગાર ગિફ્ટ કહી શકાય.
જાણવા મળ્યું છે કે, રાકેશભાઈ અને તેના મિત્રોએ આ લીંબુનો હાર ખુદે જ બનાવ્યો હતો અને વરમાળા પહેરાવતા સમયે ફૂલના હારની સાથે સાથે લીંબુનો હાર પણ આપવામાં આવ્યો હતો. માત્ર એટલું જ નહી પરંતુ સોનાની વીંટી પણ લીંબુ પર જ રાખવામાં આવી હતી. મહેમાનો પણ આ ગિફ્ટ જોઈને દંગ રહી ગયા હતા. પેટ્રોલના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે પેટ્રોલના બદલે હળદરવાળુ મિશ્રિત પાણી પ્રતિકાત્મક રૂપે આપવામાં આવ્યું હતું.
હાલમાં લીંબુ હોય કે, પેટ્રોલ-ડીઝલ કે અન્ય કોઈ પણ ચીજવસ્તુ હોય તમામના ભાવ આસમાને આંબી ગયા છે. જેને કારણે મધ્યમ વર્ગના લોકોને મોટો ઝટકો લાગી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.