આજકાલ વધી રહેલા હત્યાના કિસ્સાઓ દરમિયાન ફરીવાર એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં બનાસકાંઠામાં દિયોદર પાસે કેનાલમાંથી 15 દિવસ અગાઉ મળી આવેલી લાશ મામલે હત્યાનો ગુનો નોંધાયો છે. જાણવા મળ્યું છે કે, મૃતક યુવકે તેના મિત્રના પ્રેમિકા સાથેના ફોટા વાયરલ કરી ખોટા કેસમાં ફસાવી દીધો હોવાથી તેનો બદલો વાળવા માટે તેની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે થરાદ પોલીસ દ્વારા 4 શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, દિયોદર પાસે નર્મદા કેનાલમાંથી 15 દિવસ અગાઉ અમદાવાદમાં રહેતા યસ પ્રજાપતિની લાશ મળી આવી હતી. ત્યારે પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નથી તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ મૃતક યુવકના મિત્ર અમિત ખત્રીએ યશના પિતાને આ અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાની જાણ કરી હતી.
જાણવા મળ્યું છે કે, યસ પ્રજાપતિએ તેના મિત્ર કૌશિક સોનીના તેની પ્રેમિકા સાથેના ફોટા વાયરલ કર્યા હતા. આ ઉપરાંત તેને ખોટા ચિટિંગ ના કેસમાં પણ ફસાવી પણ દીધો હતો. આ બાબતે મનદુઃખ રાખી આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, કૌશિક સોનીએ તેના ત્રણ મિત્રો સાથે મળી યશ પ્રજાપતિને છેતરીને બોલાવી તેની હોન્ડા સિટી ગાડી સાથે અપહરણ કર્યું હતુ. ત્યારબાદ તેને ચાણસ્મા અને ત્યાંથી દિયોદરના લુન્દ્રા પાસે આવેલ કૌશિકના ફાર્મ હાઉસ પર લઇ ગયા હતા અને યશને બે દિવસ ઓરડીમાં ગોંધી રાખી માર માર્યો હતો. ત્યારબાદ તેને નર્મદા મુખ્ય કેનાલમાં ફેંકી દઇ હત્યા કરી હતી.
ત્યારબાદ આ આરોપીઓ યશની કાર લઈને રાજસ્થાન ચાલ્યા ગયા હતા અને પરત આવતી વખતે હોન્ડા સીટી કાર રાણીવાડા પાસે મૂકી ગાયબ થઇ ગયા હતા. ઘટનાની જાણકારી મળતા જ મૃતકના પિતા હસમુખભાઈ પ્રજાપતિએ થરાદ પોલીસ મથકે ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.
આ અંગે થરાદ પોલીસ દ્વારા બદલો લેવા માટે કરાયેલી હત્યાના ગુન્હામાં ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધી હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આરોપીઓના નામ કૌશિક રામસ્વરૂપ સોની, દિવ્યેશ ઇશ્વરલાલ પટેલ, ભરત તખરામ વ્યાસ અને હિરેન ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.