રાજ્યમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના દાહોદ શહેર માંથી સામે આવી છે. દાહોદ શહેરમા બાઈક અકસ્માતના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. એક બાઇક ડિવાઈડરની જાળી સાથે અથડાતા બાઈક ચાલક રસ્તા પર પટકાયો હતો અન તેના કારણે તેનું કરુણ મોત થયું હતું. આ અકસ્માતમાં બાઇક દૂર સુધી ઘસડાઈ હતી.
અકસ્માત બાદ બાઇક દૂર સુધી ઘસડાઈ હતી. દાહોદ શહેરના સરસ્વતી સર્કલ નજીક આ ઘટના બની હતી. જેમાં વહેલી સવારે સામાજિક પ્રસંગ પતાવી ઘરે જઈ રહેલા વ્યક્તિનું મોત થયું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આવી જ એક બીજી ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા મહેસાણાના વિસનગર શહેરના ગૌરવપથ ઉપર પોલીસ સ્ટેશનની આગળ તોફાને ચડેલા આખલાએ બાઇકચાલકને અડફેટે લીધો હતો. આ અકસ્માતની ઘટનામાં આખલાનો પગ બાઇકના પાછળના ભાગે ફસાઇ ગયો હતો અને તેથી આખલા પણ નીચે પટકાયો હતો.
આ અકસ્માતની ઘટનામાં બાઇક ચાલક ઈજા ગ્રસ્ત થયા છે. બાઇક ચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ત્યાર બાદ લોકોએ ભારે મથામણ બાદ આખલાનો ફસાઇ ગયેલો પગ બાઇક માંથી કાઢ્યો હતો. સમગ્ર વિસ્તારમાં આ ઘટનાથી દોડધામ મચી ગઇ હતી. રખડતાં ઢોરને કારણે થતા અકસ્માતોમાં સતત વધતો થઇ રહ્યો છે. રખડતાં ઢોરને કારણે વારંવાર નાના-મોટા અકસ્માતો બનતા જ રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.