ગુજરાત(Gujarat): એક બાજુ સુરત(Surat) શહેરે સતત ત્રીજા વર્ષે ક્લીન સિટીનો એવોર્ડ જીત્યો છે તો બીજી બાજુ વરાછા(Varachha)ના ખાડી વિસ્તારની અસંખ્ય સોસાયટીઓ ગંદકીનું સામ્રાજ્ય બની ગઈ છે તેવું કહીએ તો એમાં કઈ નવાઈ નહી. જેને કારણે લોકો ગંદકી, દુર્ગંધ અને મચ્છરના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે. વર્ષોથી અનેક પ્રકારની રજૂઆત રજૂઆત કરવા છતાં તેમની સમસ્યાઓનો કોઈ હલ આવ્યો નથી. જેથી સ્થાનિકો દ્વારા વરાછાના ભાજપ(BJP)ના ધારાસભ્ય કુમાર કાનાણી(Kumar Kanani)ને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં તંત્રને ખુલ્લો પત્ર લખી આંદોલનની ચીમકી આપવામાં આવી છે.
ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મહાનગરપાલિકાના કમિશનરને લખેલા પત્રમાં જણાવતા કહ્યું હતું કે, મારા વિસ્તારમાં આવેલ ખાડીના કિનારા પર અસંખ્ય સોસાયટીના લોકો મચ્છર, ગંદકી તેમજ દુર્ગંધના ત્રાસથી ત્રાહિમામ કંટાળી ગયા છે. મહત્વનું છે કે, વર્ષોથી આ પ્રશ્ન મામલે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે અને વહીવટી તંત્ર દ્વારા પણ આ અંગે કોઈ કામગીરીનો રિપોર્ટ પણ આપવામાં આવતો નથી.
વધુમાં પત્રમાં લખવામાં આવ્યું છે કે, કામની સમીક્ષા પણ કરવામાં આવતી નથી અને મને ફોન પર ફક્ત જવાબ આપી દેવામાં આવે છે કે કામ ચાલું છે, થઈ જશે. પરંતુ કામ થતું નથી અને લોકો કંટાળી ગયા છે. અસંખ્ય સોસાયટીના લોકો દ્વારા મારી પાસે આવી આ પ્રશ્ન હલ કરવાની રજૂઆત કરેલ છે અને જો પ્રશ્ન હલ ન થાય તો જન આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. તો આ પ્રશ્ન તાત્કાલિક હલ કરવા ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ તંત્ર સામે આંદોલનની ચીમકી આપતા પત્રમાં વધુમાં લખ્યું છે કે, જો લોકો જન આંદોલન કરશે તો ના છૂટકે મારે પણ આ જન આંદોલનમાં જોડાવું પડશે તેની ખાસ નોંધ લેશો.
અમે તમને જણાવી દઈએ કે, દેશના સૌથી સ્વચ્છ શહેરોના સર્વેમાં ગુજરાતમાંથી સુરત શહેરે બાજી મારી હતી. સુરત ફરી એકવાર ભારત બીજા નંબરનું સ્વચ્છ શહેર તરીકેનો એવોર્ડ જીત્યો હતો . 40 લાખથી વધુની વસ્તી ધરાવતા સૌથી ક્લીન સિટીનો એવોર્ડ સતત ત્રીજા વર્ષે સુરત શહેરે જીત્યો હતો. મહત્વનું છે કે, ઓક્ટોબર 2022માં કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ 2022નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.