અહો આશ્ચર્યમ!!! BJPના દર્શના જરદોશની સંપત્તિમાં સાંસદ બન્યા બાદ 10 વર્ષમાં 1000 ટકાનો વધારો!!!

ઈ.સ. 2009 માં ભાજપના કાર્યકર તરીકે લોકસભાની ટિકિટ મેળવી તે વખતે દર્શના જરદોશની સંપત્તિ 29,88,000 હતી. 2019 માં તે સંપત્તિ વધી  ને 2,77,98,729 થઇ ચુકી છે. તેમની રોકડ 45,792 થી વધી ને 2019 માં 2,75,00 રૂપિયા થઇ ગઈ છે. સૌ પ્રથમ સુરતમાં ભાજપના ઉમેદવાર તરીકે દર્શના જરદોશે ઉમેદવારી પત્ર ભર્યું હતું. એ સાથે જે એફિડેવિટ રજૂ કરી છે એ મુજબ 2009 થી 2019ના એક દાયકામાં તેમની સંપત્તિમાં એક હજાર ટકાનો વધારો થયો છે. 2009માં તેમણે પોતાની સંપત્તિ 29,88,000 દર્શાવી હતી તે 2019માં વધીને  2,77,98,729 થઈ ચુકી છે. 2014માં તેમની સંપત્તિ રૂ.1,30,55,107 હતી, એટલે કે 2019 સુધીમાં લગભગ ડબલ થઇ ગઇ છે.

સુરત લોકસભામાં  બેઠક પર ઉમેદવારને લઇ બંને પાર્ટીમાં ભારે સસ્પેન્સની વચ્ચે મંગળવારે મોડીરાત્રે ભાજપના ઉમેદવાર દર્શના જરદોશના નામની જાહેરાતના ગણતરીના સમયમાં જ કોંગ્રેસ પાર્ટી દ્વારા અશોક અધેવાડાને મેદાનમાં ઉતારવાનું નક્કી કરી લીધું હતું. જો કે સત્તાવાર જાહેરાત કરી ન હતી.કોંગેર્સ પાર્ટીએ બુધવારે મોડીસાંજે કોંગ્રેસેના સત્તાવાર અશોક અધેવાડાની જાહેરાત કરી હતી. અશોક અધેવાડા મુળ ભાવનગરના વતની છે. હાલમાં તેઓ ગુજરાત પ્રદેશ સંગઠનમાં મંત્રી તરીકે કામ કરી રહ્યા છે. સાથે સાથે  એન.એસ.યુ.આઇ. તથા યુથ કોંગ્રેસમાં મહત્વની જવાબદારી પણ નિભાવી રહ્યા છે.

સુરત બેઠક પર કોંગ્રેસ પાર્ટી દ્વારા મુળ ભાવનગરના રહેવાસી અશોક અધેવાડા અને ધનશ્યામ લાખાણી ના નામની પહેલાથી જ ચર્ચા થઇ રહી હતી. અને ધાર્યા પ્રમાણે અશોક અધેવાડા પર પસંદગી ઉતારી છે. હવે સુરતમાં ભાજપ પાર્ટીના મુળ સુરતી એવા દર્શના જરદોશ અને સૌરાષ્ટ્રવાસી અશોક અધેવાડા વચ્ચે સીધી જંગ ખેલાશે. વર્ષ 2014ની ચૂંટણીમાં દર્શના જરદોશ 5.25 લાખની લીડથી ભવ્ય જીત મેળવી હતી ત્યારે ભાજપનું ગઢ ગણાતી સુરત બેઠક પર કબજો કરવો કોંગ્રેસના અશોક અધેવાડા માટે મોટો પડકાર છે. 4 તારીખે ગુરુવારે સવારે 9.30 વાગે માનગઢ ચોક, મીનીબજારથી સમર્થકો સાથે અશોક અધેવાડા ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

એફિડેવિટમાં બતાવ્યા અનુસાર દર્શનાબેનની સંપત્તિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *