હાલમાં કોરોના મહામારીની વચ્ચે પ્રખ્યાત અભિનેતા સોનુ સૂદ મજૂરો તેમજ ગરીબ લોકોની મદદ કરીને ઘણી ચર્ચામાં આવી રહ્યો છે. કોઈકને ટ્રેક્ટર તો કોઈકની સ્કુલ ફી આપીને આ અભિનેતાએ ઘણાં લોકોની મદદ કરી છે, ત્યારે હાલમાં આવાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.
પ્રખ્યાત અભિનેતા સોનુ સૂદે પુણેમાં આવેલ હડપસરમાં રહેતાં શાંતા પવાર ઉર્ફે વૉરિયર દાદીની માટે માર્શલ આર્ટ તેમજ સેલ્ફ ડિફેન્સ એકેડમી ખોલી આપવાનું વચન આપ્યું હતું. હાલમાં જ સોનુ સૂદે આ વચનને પૂરું પણ કર્યું છે. રવિવાર એટલે કે 23 ઓગસ્ટનાં રોજ દાદીએ પોતાની એકેડેમીમાં બાળકો તેમજ મહિલાને તાલીમ આપી હતી.
જુલાઈમાં કુલ 85 વર્ષીય દાદીનો વીડિયો ઘણો વાઈરલ થયો હતો. આ વીડિયોમાં દાદી રોડ પર લાકડી લઈને ઘણાં કરતબ કરતાં જોવાં મળ્યાં હતાં. આ વીડિયોને જોઈ સોનુ સૂદે એમનાં માટે માર્શલ આર્ટ એકેડમી ખોલી આપવાનું એલાન પણ કર્યું હતું.
વૉરિયર દાદીએ સોનુ સૂદનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેનાં જ નામ પર આ માર્શલ આર્ટ સ્કૂલનું નામ રાખવામાં આવ્યું છે. દાદીએ સૂદનો આભાર વ્યક્ત કરતાં જણાવતાં કહ્યું હતું, નમસ્કાર ! સોનુ સૂદ મારા દીકરા, મારી જે ઈચ્છા હતી કે આ લાકડીથી બાળકોને વિવિધ કરતબ શીખવાડવાની તે આજે પૂર્ણ થઈ ગઈ.
આ સપનું મારાં સોનુ સૂદ દીકરાએ પૂર્ણ કર્યું છે તેમજ આ સ્કૂલનું નામ હું સોનુ સૂદ જ રાખવાની છું. હું ખુબ ખુશ છું.આની પહેલાં એક્ટર સોનુ સૂદે જણાવતાં કહ્યું હતું, જ્યારે તમે આવા ટેલેન્ટને જુઓ છો ત્યારે તમે ઈચ્છો છો, કે આ અન્ય લોકો સુધી પહોંચે.
આવિ ઉંમરમાં આ મહિલા આટલા લોકોને પ્રેરિત કરી શકે છે. મેં વિચાર્યું હતું, કે એમને એક પ્લેટફોર્મ મળવું જોઈએ તેમજ આ ટેલેન્ટને આગળ વધારવાં માટે સ્કૂલથી વધારે શ્રેષ્ઠ કયુ માધ્યમ હોય શકે. શાંતા પવારનો આ વીડિયો વાઈરલ થયા પછી મહારાષ્ટ્રનાં ગૃહમંત્રીએ પુણે આવીને શાંતા દાદીને એક સાડી તેમજ કુલ 1,00,000 રૂપિયાની આર્થિક સહાય પણ કરી હતી.
ગૃહમંત્રીએ જણાવતાં કહ્યું હતું, કે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થયા પછી એમણે પણ આ વીડિયોને જોયો હતો. તેઓ દાદીને પણ મળવા માંગતા હતાં.
Thank you so much -we have connected with this inspiring warrior Aaji Maa – incredible story. https://t.co/RuCfoZIi7M
— Riteish Deshmukh (@Riteishd) July 23, 2020
શાંતાબાઈ પવારએ ‘સીતા ગીતા’, ‘શેરની’ જેવી ઘણી ફિલ્મમાં કામ પણ કર્યું છે. હાલમાં તો તેઓ પુણેમાં કાચા મકાનમાં રહીને ગુજરાન ચલાવી રહ્યાં છે. એમનો વીડિયો વાઈરલ થયા પછી પુણે પોલીસ કમિશનરે એમની ખુબ જ પ્રશંસા કરી હતા. એક્ટર રિતેશ દેશમુખની ટીમે પણ દાદીની સહાય કરી હતી. આની ઉપરાંત ઘણાં લોકોએ દાદીને આર્થિક મદદ પણ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews