ઉત્તર પ્રદેશ (uttar pradesh) ના હમીરપુર (Hamirpur) જિલ્લામાં પ્રેમી અને પ્રેમિકા પ્રેમ માટે સામાજિક ધોરણોની તમામ હદો પાર કરતા જોવા મળ્યા છે , અહીંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. બીએસસી ફાઇનલની એક વિદ્યાર્થીનીએ માત્ર તેના બોયફ્રેન્ડ માટે બુંદેલખંડ યુનિવર્સિટીની પરીક્ષા છોડી દીધી હતી, પેપર શરૂ થાય તે પહેલા જ તે પરીક્ષા કેન્દ્રમાંથી ભાગી ગઈ હતી અને મંદિરમાં પહોંચી હતી.
જ્યાં તેણે કાયદા અનુસાર તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા હતા. મંગેતરે તેણીને મંદિરમાં સિંદૂર પૂરીને વરમાળા ફેરવી હતી. લગ્ન કર્યા બાદ બન્ને યુવકના ઘરે ગયા હતા. દીકરીના અચાનક લગ્નથી પરિવારના સભ્યો ચોકી ગયા હતા, પણ તે કંઈ કરી શક્યા નહીં.
આ મામલો હમીરપુર જિલ્લાના રથ શહેર માંથી સામે આવ્યો છે. નગરના પઠાણપુરા મોહલનો ખ્યાતિ છેલ્લા કેટલાય સમયથી પડોશી યુવક આશિષ સાથે પ્રેમમાં હતો. આ બંનેની જ્ઞાતિઓ પણ અલગ-અલગ છે. તેથી યુવતીના પરિવારજનો બનેના લગ્નનો વિરોધ કરી રહ્યા હતા. ખ્યાતિ શહેરની એક કોલેજમાં બીએસસી ફાઈનલની વિદ્યાર્થીની છે અને આ દિવસોમાં બુંદેલખંડ યુનિવર્સિટીની વાર્ષિક પરીક્ષાઓ પણ ચાલી રહી છે.
મળેલી માહિતી અનુસાર પરિવાર દીકરીને તેની BSC પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર પર મૂકવા ગયો હતો. તેના પિતા જતાની સાથે જ ખ્યાતિ પરીક્ષા કેન્દ્રમાંથી ભાગી ગઈ હતી અને આશિષને તેનો જીવન સાથી બનાવ્યો હતો. રથ કોતવાલીના ઈન્સ્પેક્ટર ભર કુમારે જણાવ્યું કે બંને પુખ્ત છે એટલે જ લગ્ન કર્યા. તેમણે જણાવ્યું કે લગ્ન બાદ સંબંધીઓ બંનેને તેમના ઘરે લઈ ગયા છે.
બીએસસીની પરીક્ષા છોડીને ખ્યાતી પહેલા કોતવાલી પહોંચી હતી. પ્રેમી આશિષ પણ અહીં પહેલેથી જ કોતવાલીમાં હાજર હતો. બંનેએ આખો મામલો પોલીસને જણાવી અને આજે જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પોલીસે યુવતી અને યુવકના પરિવારજનોને બોલાવ્યા હતા ત્યારબાદ આશિષનો પરિવાર કોતવાલી પહોંચ્યો હતો. યુવતીના પરિવારજનો આ નિર્ણય માટે તૈયાર ન હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.