એક વર્ષ અગાઉ સોશિયલ મીડિયામાં બીએસએફના એક જવાન દ્વારા સેનામાં ઉપરી અધિકારીઓ દ્વારા ખરાબ ગુણવત્તાનો ભોજન આપવામાં આવે છે, તેવા આરોપ સાથે એક વીડિયો વાયરલ થયો હતો. જેને દેશના કરોડો લોકોએ જોયો હતો અને શેર પણ કર્યો હતો. આ વિડીયો થી દેશભરમાં ચર્ચાનો વિષય બનેલ તેજ બહાદુર સિંહ હવે વારાણસીથી નરેન્દ્ર મોદીની સામે ચૂંટણી લડવા માટે નામાંકન ભરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વિડીયો બહાર આવ્યા બાદ તપાસના નામે ભ્રષ્ટાચાર ખુલ્લો પાડનાર સેનાના જવાનને પ્રોત્સાહિત કરવાને બદલે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. જેનાથી તે ખૂબ જ હતાશ છે.
બીએસએફમાં સેવા બજાવી ચૂકેલા તેજ બહાદુર સિંહ વારાણસીમાં ઉમેદવારી નોંધાવી દીધી છે અને પોતે સોશિયલ મીડિયા અને ઘરે ઘરે જઈને લોકો પાસે વોટ માંગી રહ્યા છે. ત્યારે The Wire સાથે થયેલી વાતચીતમાં બીએસએફના પૂર્વ જવાને ગંભીર આક્ષેપો સાથે નરેન્દ્ર મોદીને આડેહાથે લીધા છે. વાતચીતમાં બીએસએફના જવાન કહે છે કે, નરેન્દ્ર મોદીને હું ભ્રષ્ટાચારવિરોધી વ્યક્તિ માનતો હતો. મે નરેન્દ્ર મોદીના પ્રભાવથી જ ભ્રષ્ટાચાર બહાર પાડ્યો હતો. પરંતુ મારી પીઠ થાબડવાને બદલે મને સેના માંથી કાઢી મૂકવામાં આવ્યો અને ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કોઇ કાર્યવાહી પણ ન થઈ.
નરેન્દ્ર મોદીએ સત્તા પર આવતાની સાથે દેશની આર્મી નો ઉપયોગ રાજકારણમાં કરવા લાગ્યા. આપણા દેશમાં સશસ્ત્ર સેના બળ ને ખૂબ જ માનપૂર્વક જોવામાં આવે છે. 2013માં લાન્સ નાયક હેમરાજના મસ્તકનું છેદન કરીને પાકિસ્તાની સૈનિકો તેની સાથે લઈ ગયા હતા. ત્યારે નરેન્દ્ર મોદીએ દેશભરમાં આ કિસ્સાને ઉલ્લેખીને વોટ ભેગા કર્યા હતા અને તેઓએ ખુબ વાહવાહી લુટી હતી. આખા દેશને આશા હતી કે નરેન્દ્ર મોદીને સત્તા આવીને તેઓ આવી ઘટનાઓ બંધ કરશે, પરંતુ આશા નિરાશામાં બદલાઈ ગઈ. કેમકે આ ઘટનાઓ બંધ થવાને બદલે વધી ગઈ છે.
જ્યારથી નરેન્દ્ર મોદીની સત્તા આવી છે, ત્યારથી શહીદોની સંખ્યા લગાતાર વધતી ગઈ છે. છેલ્લા એક વર્ષના સમયગાળામાં જેટલા સૈનિકો શહીદ થયા છે, કેટલા સૈનિકો છેલ્લા દસ વર્ષમાં એક સાથે શહીદ થયા છે. સૌથી મહત્વનું એ છે કે મીડિયાએ પણ આ વસ્તુને લોકો સમક્ષ મૂકી નથી. હકીકત એ છે કે માત્ર પેરામિલેટ્રી ફોર્સ ના જ 997 જવાનો આપઘાત કરી ચૂક્યા છે. એ પણ છેલ્લા એક વર્ષમાં અને આ તમામ માટે જવાબદાર છે નરેન્દ્ર મોદી.
નરેન્દ્ર મોદીએ ખૂબ વાયદાઓ કર્યાં હતા. જેમાંથી એક પણ વાયદો પૂર્ણ કર્યો નથી. ચૂંટણીપ્રચારમાં તેઓએ કહ્યું હતું કે તેઓ બીએસએફના જવાનોને મળતું પેન્શન શરૂ કરશે, પરંતુ પ્રધાનમંત્રી બન્યા બાદ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. આ સિવાય બીએસએફના જવાનોને શહીદો નો દરજ્જો આપવામાં આવશે તેવું વચન આપ્યા બાદ આ બાબતે નરેન્દ્ર મોદીએ કશું કર્યું નથી. લોકોને એ પણ ખ્યાલ નથી કે સિદ્ધાંતિક રીતે બીએસએફના જવાનોને મર્યા બાદ શહીદનો દરજ્જો મળતો નથી. માત્ર નેતાઓ પોતાની વાતોમાં શહીદ શહીદ કરી ને વોટ મેળવી લે છે, પરંતુ બીએસએફના જવાનોની કોઈ ચિંતા નથી..
મોદીજી ના કારણે જ તેઓ રાજકારણમાં આવવા માંગે છે, કારણ કે પ્રધાનમંત્રી જ જવાનો સાથે રાજકારણ શરૂ કર્યું છે. સાથે સાથે તેજ બહાદુર યાદવ એ દાવો કર્યો છે કે, તેમના સમર્થનમાં સેનાના દસ હજાર જેટલા સેવાનિવૃત્ત જવાનો નરેન્દ્ર મોદી ની વિરુદ્ધમાં પ્રચાર કરશે.
તેજ બહાદુર યાદવ એ સોશિયલ મીડિયામાં નરેન્દ્ર મોદીના કરાયેલા એક નિવેદન “સીમા પે હમારે જવાન રહે હે” ની વિરોધમાં એક સૂત્ર મૂક્યું છે કે “હવે અમે તમારી સામે લડીશું”.
બહાદુર યાદવ પોતાના ચૂંટણી ખર્ચ માટે facebook, youtube અને ટ્વીટરના માધ્યમથી ફંડ એકઠું કરી રહ્યા છે. તેઓએ પોતાની બેન્ક એકાઉન્ટ details અને paytm નંબર લોકો સમક્ષ મૂક્યા છે. જેમાં હિન્દુસ્તાનીઓ ચૂંટણી ભંડોળ આપી શકે છે.
પોતાના ઈન્ટરવ્યૂમાં છેલ્લે તેજ બહાદુર સિંહ કહે છે કે “સાચો ચોકીદાર ફેક ચોકીદાર સામે લડી રહ્યો છે”.