ભારતમાં ઘણા લોકો જ્યાં પણ મસાલાવાળા ખોરાક ખાતા હોય ત્યાં મોઢાંમાં પાણી આવી જાય છે. તે જ સમયે, ચીનના લોકો મસાલેદાર ખોરાક ખાવાથી ખુબ અંતર રાખે છે. પરંતુ ચાઇનાનો એક માણસ ચટપટી મોમોસ જોઈને પોતાને કાબૂમાં રાખી શક્યો નહીં. પરંતુ મસાલેદાર મરચાં સાથે મોમોઝ ખાવાથી તે વ્યક્તિ ભારે પડ્યું.
તીખા મસાલેદાર મોમોઝ ખાવાના કારણે તેના પેટમાં અચાનક વિસ્ફોટ થયો હતો અને તેના આંતરડા ફાટી ગયા હતા. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ડોક્ટર ઘણી સખત મહેનત બાદ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ વ્યક્તિના જીવને બચાવી શક્યા. આ કેસ ચીનના જિયાંગસુ પ્રાંતનો છે. હવે આ ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
રાત્રિભોજન દરમિયાન 63 વર્ષીય વાંગે ખૂબ વધારે મરચાં વાળા મોમોઝ ખાધા. થોડા સમય પછી તેના પેટમાં તીવ્ર દુખાવો થતો હતો અને પેટમાં એક નાનો ધડાકાનો અવાજ સંભળાયો હતો. તેની તબિયત લથડવાનું શરૂ થયું. વાંગને ઝડપથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ડોકટરોની તપાસ કર્યા પછી, તેઓએ કહ્યું કે વધારે મરચાંવાળા મોમોઝ ખાવાથી તેમના પેટમાં ગેસ ઝડપી બને છે. પરંતુ ખોરાક આંતરડામાં અટવાઇ ગયો અને દબાણ વધ્યું અને બ્લાસ્ટ થયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP