ગુજરાત: મોર્નિંગ વોક કરવાં માટે નીકળેલ વેપારીના ગળામાંથી 72,000 રૂપિયાની રૂદ્રાક્ષ માળા સ્નેચર્સે ઝૂંટવી લીધી

હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. આ મહામારીને કારણે લાખો લોકોના મોત પણ થઈ ચુક્યા છે. સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવેલ લોકડાઉનને કારણે તમામ ધંધા-રોજગાર ભાંગી પડ્યા છે. આવા કપરા સમયમાં પણ ઘણા લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.

જેને લીધે લોકોને આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો છે. આની સાથે જ રાજ્યમાં સ્ત્રીઓની સાથે થઈ રહેલ શારીરિક તેમજ માનસીક અત્યાચારની પણ ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યમાં ચોરી, લુંટફાટની પણ ઘણી ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે.

હાલમાં પણ આવી જ એક ઘટના રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી સામે આવી રહી છે. સુરત શહેરમાં આવેલ સિટીલાઇટ કેનાલ રોડ પર મોર્નિંગ વોકમાં નીકળેલ કાપડ વેપારીનાં ગળામાંથી રૂદ્રાક્ષની માળા તોડીને કુલ 2 સ્નેચર્સ ફરાર થઇ ગયા હતા. વેપારીએ લૂંટારૂઓને પકડવા માટે પ્રયત્ન કર્યો હતો એમ છતાં પણ બંને આરોપી ફરાર થઈ ગયા હતાં.

ઉમરા વિસ્તારની પોલીસે ગુનો દાખલ કરીને ઘટના સ્થળની પાસેનાં CCTV કેમેરાની ફૂટેજથી મદદથી તપાસની શરૂઆત કરી દીધી છે. અગાઉ પણ એક મહિલાને તો બદમાશોએ ચેઇન ખેંચવામાં મોપેડ પરથી નીચે પાડી દીધી હતી. જેને લીધે મહિલાને ગંભીર ઈજાઓ પણ થઈ હતી.

વેસુ કેનાલ રોડ પર LP સવાણી નજીક શ્રીનિકેતન એપાર્ટમેન્ટમાં રહેતા તેમજ કાપડનો ધંધો કરતા મહેન્દ્રકુમાર દિનદયાલ શારદા સોમવારનાં રોજ વહેલી સવારમાં મોર્નિંગ વોક કરવાં માટે નીકળ્યા હતા. કેનાલ રોડ પર કુલ 2 બદમાશો પાછળથી આવીને વેપારીના ગળામાંથી કુલ 72,000 રૂપિયાની રૂદ્રાશની માળા તોડીને બાઇક પર ફરાર થઈ ગયા હતા. વેપારીએ બૂમાબૂમ કરીને બન્નેનો પીછો કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *