ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022) પહેલા ભાજપ(BJP)ને મોટો ઝટકો લાગ્યો છે. ટિકિટ ન મળવાથી નારાજ થયેલા ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ(Jay Narayan Vyas) કોંગ્રેસ(Congress)માં સામેલ થયા છે. જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Kharge)ની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં સામેલ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા તેમણે અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી, ત્યારથી તેમના કોંગ્રેસમાં જોડાવાની અટકળો શરુ થઈ ગઈ હતી. મહત્વનું છે કે, જયનારાયણ વ્યાસ સિદ્ધપુરથી ભાજપના ધારાસભ્ય પણ રહી ચુક્યા છે.
Ahmedabad, Gujarat | Jay Narayan Vyas, who quit BJP earlier this month, joins the Congress party along with his son Sameer Vyas. https://t.co/vgbMi4iIKf pic.twitter.com/IR8mnPEBfk
— ANI (@ANI) November 28, 2022
કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની કરી હતી અપીલ:
મહત્વનું છે કે, પાટણની સિદ્ધપુર વિધાનસભા બેઠક પર તાજેતરમાં ચોંકાવનારું દ્રશ્ય સામે આવ્યું હતું. જો વાત કરવામાં આવે તો વામૈયા ગામે કોગ્રેસની જાહેર સભામાં ડો. જયનારણ વ્યાસ જોવા મળ્યા હતા. આટલું જ નહી ડો.જય નારાયણ વ્યાસ દ્વારા સિદ્ધપુર કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને મત આપી જીતાડવા માટે અપીલ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના સિનિયર નેતા ડો જય નારાયણ વ્યાસે થોડા સમય પહેલા પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી રાજીનામું આપી દીધું હતું.
સિદ્ધપુરમાં કોની કોની વચ્ચે જામી છે જંગ:
સિદ્ધપુરમાં ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત, કોંગ્રેસના ચંદનજી ઠાકોર અને આમ આદમી પાર્ટીના મહેન્દ્ર રાજપૂત વચ્ચે બરોબરની જંગ જામી છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવા જઈ રહ્યા છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. જયારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.
બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.
બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.