Heavy rains in Gujarat: ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ચુક્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાં આવનારા 4 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનો આખો કોરો ગયા પછી હવે સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાએ દિલ ખોલીને વરસવાનું મન બનાવી લીધું છે. ગઈકાલથી ગુજરાતનું (Heavy rains in Gujarat) વાતાવરણ પલટાયું છે, ગઈકાલથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાર વરસી રહ્યો છે.
મેઘરાજાનું ફરી આગમન થતાં ખેડૂતોમાં ખુશી માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદ બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ભીંતી સેવી રહ્યા હતા. ત્યારે ફરી મેઘરાજાની એન્ટ્રી થતાં ખેડૂતોના પાકોને નવું જીવનદાન મળ્યું છે. વરસાદની વાપસી થતા ખેડૂતોમાં નવી આશા જીવંત થઇ છે.
ધનસુરા અને બાયડમાં 6 ઇંચ વરસાદ
રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરવાનું શરૂ કર્યું છે. ગઈકાલ રાતથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં મેઘો મુશળધાર બની ગયું છે. મોડાસા અને ભિલોડામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 12 કલાકમાં ધનસુરા અને બાયડમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં એક રાતમાં 10 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.
ગોધરામાં પણ પડ્યો 6 ઈંચ વરસાદ
પંચમહાલના ગોધરામાં રાત્રીના સમયે 6 ઈંચ વરસાદ પડી ચુક્યો છે. અવિરત વરસાદને કારણે મેસરી નદી બે કાંઠે વહેતી થઈ છે. જેથી સ્થાનિકોને મેસરી નદીના કાંઠે ન જવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. ગોધરાનો વોરવાડ પાસે આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. ગોધરાની સોસાયટીમાં પાણી ભરાયા ગયા છે. અવિરત વરસાદને કારણે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. આ ઉપરાંત દાહોદના સંજેલી ઝાલોદ તરફના કોઝવે પર પાણી ફરી વળ્યા છે. કદવાલ ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે. કોઝ વે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.
અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા 24 કલાકથી પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં મોરવા હડફમાં 10 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે લુણાવાડામાં પણ 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાથે દાહોદ જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. દાહોદમાં છેલ્લા 6 ઇંચ વરસાદ નોંધાયો છે. લીંમડીની માછણ નદી ઓવરફ્લો થઈ છે. માછણ નદીના કોઝ વે પર પાણી ફરી વળ્યા છે. માછણ નદીમાં ધસમસતા પાણીને લઇ એલર્ટ જાહેર કરાયું છે.
પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ પડતા હરફ ડેમમાં જળસ્તર 166.20 મીટરની ભયજનક સપાટીએ પહોંચ્યું છે. હડફ ડેમમાં હાલ 43.52 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. રૂલ લેવલ જાળવવા ડેમના તમામ 5 દરવાજા ખોલીને 43.68 હજાર ક્યુસેક પાણી નદી હડફ નદીમાં થોડવામાં આવ્યું છે. હડફ નદીમાં પાણી છોડવામાં આવતા કાંઠાના 6 ગામોને એલર્ટ કરાયા છે. હડફ નદીમાં ઘોડાપૂરને લઈને માતરિયાનો કોઝ વે બંધ કરાયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube