સુરત શહેરમાં અવાર નવાર ખૂની ખેલ ખેલાતા રહે છે. સુરત શહેરનાં કતારગામ વિસ્તારમાં થોડા દિવસ પહેલા જ સાંજનાં સમયે જવેલર્સની દુકાનમાં 2 વ્યક્તિઓએ ધસી આવીને દુકાન માલિક પર ચપ્પુનાં ઉપરા ઉપરી ઘા મારી ત્યાંથી ભાગી ગયા હતા. જોકે, પોલીસ દ્વારા આ બાબતે તપાસ ચાલુ કરતા દુકાનમાં CCTVમાં કેદ થયેલા વ્યક્તિઓએ લૂંટ કરવા નહિં પરંતુ અંગત અદાવતમાં હુમલો કર્યો હોય એવું પોલીસની પ્રાથમિક તપાસ દ્વારા જાણવા મળ્યું હતું. આ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ એ સંદીપ ડુંગરાણી અને નિકુલ ભીંગરાડિયા ની કરી ધરપકડ કરી છે.
સુરત શહેરનાં સૌથી ગીચ ગણાતા એવાં કતારગામમાં આવેલ પાર્થ કોમ્પ્લેક્સમાં પ્રસંગ જ્વેલર્સનાં નામની દુકાનમાં ખૂની ખેલ સર્જાયો હતો. સુરત શહેરનાં અમરોલી વિસ્તારનાં રહેવાસી નગીનભાઇ સોનીની દુકાનમાં દિવસના સમયે 2 વ્યક્તિઓ માસ્ક પહેરી એમની દુકાનમાં ધસી ગયા હતા. જો કે દુકાન માલિકને આ વ્યક્તિઓ પર શક જવાથી તેમની પૂછપરછ કરે તે અગાઉ નિતીનભાઇનાં માથા તેમજ પીઠનાં ભાગ પર એકસાથે 5 ઘા મારી દીધા હતા. એ પછી તે ત્યાથી ભાગી ગયા હતા.
બનાવની જાણકારી મળવાથી પોલીસ તરત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમજ ઘટનાની બાબતે તપાસ ચાલુ કરી હતી. હુમલામાં ઇજા પહોંચેલા નિતીનભાઇને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પોલીસની ટુકડી બનાવ સ્થળે પહોંચી ગઈ હતી. ડોગ સ્કવોર્ડની મદદ વડે તપાસ ચાલુ કરવામાં આવી. જો કે, આ આખા બનાવમાં દુકાનમાં લાગેલા CCTVમાં આ કેદ થઇ ગઈ હતી. પોલીસે જણાવ્યું કે, આ બનાવ લૂંટનાં ઇરાદે નહિ પરંતુ અંગત અદાવતમાં કરી છે. જેને લઈને આવેલા ઈસમો ઉપરાછાપરી 5 જેટલા ચપ્પુનાં ઘા મારી ભાગી ગયા હતાં.
લૂંટનાં બનાવમાં લૂંટારૂઓ મારી તેમજ માલની લૂંટ ચલાવતા હોય છે જ્યારે અહીંયા માત્ર ખુન્નસ રાખી તેમજ જીવલેણ હુમલો કર્યો હોવાથી પોલીસને આ બનાવમાં બીજા કારણ હોવા અંગેની આશંકા વ્યક્ત થઇ છે. જો કે, કારણ ગમે તે હોય પણ સુરતમાં ધોળેદિવસે ખૂની ખેલ ખેલાય છે તે સમયે પોલીસ પાસેથી પ્રજાને દાખલારૂપ કામગીરીની અપેક્ષા છે. એવામાં આ બનાવનું રહસ્ય પોલીસ તપાસનાં છેવટે જ ઉકેલાશે એવું લાગ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle